ટ્રેનની મુસાફરીમાં ફરિયાદ કરવાનું બનશે આસાન: રેલવે લાવશે AI WhatsApp ચેટબોટ, મળશે રિયલ-ટાઈમ મદદ | મુંબઈ સમાચાર

ટ્રેનની મુસાફરીમાં ફરિયાદ કરવાનું બનશે આસાન: રેલવે લાવશે AI WhatsApp ચેટબોટ, મળશે રિયલ-ટાઈમ મદદ

નવી દિલ્હીઃ ભારતીય રેલવે રોજના કરોડો પ્રવાસીઓને તેમની મંઝિલે પહોંચાડે છે, પરંતુ અનેક પ્રવાસીઓ સફર વખતે હેરાનગતિ અનુભવે છે. અમુક વખતે પ્રવાસીઓ રાઈટ ટાઈમ ફરિયાદ પણ કરી શકતા નથી, તેથી હવે પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવેએ હવે રેલ મદદ જેવા કમ્પ્લેઈન નિવારવા માટે પ્લેટફોર્મને વધુ સુલભ બનાવ્યું છે.

હવે ભારતીય રેલવે પ્રવાસીઓ માટે વોટસએપ પર એઆઈ ચેચબોટ લાવવા માટે કામ કરી રહ્યું છે. ચેટબોટની મદદથી રેલવે પ્રવાસીની ફરિયાદ નોંધાવી શકાશે અને આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે આ ચેટબોટ વોટ્સએપના માધ્યમથી રિયલ ટાઈમ મદદ કરી શકશે.

ભારતીય રેલવે એને એઆઈ ચેટબોટ મારફથ પ્રવાસીઓની સમસ્યા 139 પર કોલ કરવા અથવા એપ્લિકેશન યા ઓનલાઈન વધુ અસરકારક હશે, જેનો ઉપયોગ કરી શકાશે. એની સાથે પોતાની ફરિયાદ પણ સરળતાથી નોંધાવી શકાશે.

આપણ વાંચો: ભારતીય રેલવે કરશે કમાલ, આવી રહી છે વંદે ભારત પાર્સલ ટ્રેન…

હાલના તબક્કે રેલવે ઉત્તર રેલવે અને પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝનમાં આ બાબતે બીટા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ મુદ્દે રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે રેલ મદદ માટે એઆઈ-સક્ષમ વોટ્સએપ ચેટ બોટ શરુ કરવામાં આવ્યા પછી પ્રવાસી 7982139139 પર જાણકારી મેળવી શકશે. એનાથી રેલવે તમારી ફરિયાદ સંખ્યા 139 અથવા વેબસાઈટ નેવિગેશન વગેરે એડિશનલ એપ્લિકેશનની જરુરિયાત પૂરી થશે, જેમાં પહેલા વધુ સમય લાગતો હતો અને જવાબ મળવામાં પણ વિલંબ લાગતો હતો.

રેલવે અધિકારીએ વધુમાં કહ્યું હતું કે પ્રવાસીઓએ પહેલા પોતાની ફરિયાદ મોકલવાની રહેશે, જેમાં વોઈસ નોટ પણ સામેલ છે અને સમસ્યાનો પણ તુરંત ઉકેલ આવશે. આ સિસ્ટમ રેલ મદદના પરંપરાગત માળખા સાથે સમન્વય કરવામાં આવશે. અમે ફરિયાદ માટે 139 નંબરને સરળ બનાવવા માગીએ છીએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button