નેશનલ

VIDEO: લિવ-ઇન પાર્ટનરને ડરાવવા મહિલા રેલવે ટ્રેક પર કૂદી પડી, પાછળ ટ્રેન આવી અને…

આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રાના રાજા કી મંડી રેલ્વે સ્ટેશન (Raja Ki Mandi Railway station) પર એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. અણબનાવ બાદ લીવ ઇન પાર્ટનરને ડરાવવાના હેતુથી પાટા પર ઉતરેલી મહિલા ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ રાની નામની 38 વર્ષીય મહિલા રાજા કી મંડી સ્ટેશન પર ટ્રેનની નીચે દબાઈ જવાથી મૃત્યુ પામી હતી.

અહેવાલો મુજબ સોમવારે રાત્રે 11:08 વાગ્યાની આસપાસ બની હતી. રાનીની તેના લિવ-ઇન પાર્ટનર કિશોર સાથે ઉગ્ર દલીલમાં થઈ હતી અને કથિત રીતે તેને ડરાવવા માટે રેલવે ટ્રેક પર કૂદી ગઈ હતી. પાછળથી આવતી ટ્રેનની અજાણ રાની ટ્રેનની અડફેટે ચડી ગઈ હતી.
આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વયારલ થઇ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ રાનીનો લિવ-ઇન પાર્ટનર કિશોર ત્યાંથી નાસી છૂટે છે.

પોલીસ રિપોર્ટ મુજબ, રાની અને કિશોર લોહામંડી વિસ્તારના બર્ફ વાલી ગલીમાં સાથે રહેતા હતા. ચાઉમીન વેચવાનું કામ કરતો કિશોર સોમવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ નશાની હાલતમાં ઘરે પરત ફર્યો હતો. જેને કારણે લિવ-ઇન પાર્ટનર્સે વચ્ચે ઝઘડો થયો હતો, ઝઘડો વધતા રાનીએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરવાની ધમકી આપી. કિશોરે રાનીની ધમકીઓને ગણકારી ન હતી, રાની કિશોરને રાજા કી મંડી સ્ટેશન લઈ ગઈ.

સ્ટેશન પર પહોંચ્યા પછી, બંને પ્લેટફોર્મ નંબર 2 પર રાખેલી બેંચ પર બેઠા હતા, બંને વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો. રાની કિશોરને ડરાવવાના ઇરાદે ટ્રેક પર કૂદી પડી, પાછળથી આવી રહેલી કેરળ એક્સપ્રેસથી તે અજાણ હતી, રાની સમયસર પ્લેટફોર્મ પર પાછી ચઢી ન શકી. રાનીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ટ્રેનની અડફેટે ચડી ગઈ.

આરપીએફ કોન્સ્ટેબલોએ રાનીને ટ્રેનની નીચેથી બહાર કાઢીને એસએન મેડિકલ કોલેજ લઈ ગઈ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

રાની કિશોર સાથે એક વર્ષથી રિલેશનશિપમાં હતી. પોલીસે રાનીના પિતા વિનોદને અકસ્માતની જાણ કરી હતી. તેમણે પોલીસને જણાવ્યું કે રાનીને તેના અગાઉના લગ્નથી ત્રણ પુત્રો છે. તેના બે બાળકો તેની સાથે રહેતા હતા, જ્યારે મોટો પુત્ર અલગ રહે છે.

પોલીસના જણાવ્યા મુજબ “અત્યાર સુધી, કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, પરંતુ ફરિયાદ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button