નેશનલ

Agniveer Scheme: શહીદ અગ્નિવીરના પરિવારને વળતર નથી મળ્યું! કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે રાહુલ કે રાજનાથસિંહ?

નવી દિલ્હી: વિપક્ષના નેતાઓ અગ્નિવીર યોજના(Agniveer Scheme) રદ કરવાની સતત માંગ કરી રહ્યા છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા(Rahul Gandhi in Loksabha)માં બુધવારે આરોપ લગાવ્યો કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Rajnath Singh) શહીદ અગ્નિવીરના પરિવારોને વળતર આપવાના મુદ્દે સંસદમાં ખોટું બોલ્યા, શહીદ અગ્નિવીરોના પરિવારોને વળતર નથી મળ્યું. રાહુલ ગાંધીના આ આરોપનો ખુદ સેનાએ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ નેતાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે રાજનાથ સિંહે માહિતી આપતી હતી કે શહીદ અગ્નિવીરના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે, પરંતુ શહીદ અગ્નિવીરના પિતાના કથિત દાવા મુજબ તેમના પરિવારને આવી કોઈ મદદ મળી નથી. તેમના વીડિયો સંદેશમાં ગાંધીએ કહ્યું કે તેમણે સંસદમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે સત્યની રક્ષા એ દરેક ધર્મનો આધાર છે.

ભારતીય સેનાએ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો છે. શહીદ અગ્નિવીર અજય કુમારને મળનારા વળતર અંગે સેનાએ સ્પષ્ટતા કરી છે. એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કુલ રકમમાંથી 98.39 લાખ રૂપિયા અગ્નવીર અજયના પરિવારને ચૂકવી દેવામાં આવ્યા છે. અગ્નવીર યોજનાની જોગવાઈઓ અનુસાર, 67 લાખની વળતરની રકમ અને અન્ય લાભો પોલીસ વેરિફિકેશન બાદ આપવામાં આવશે. કુલ રકમ લગભગ 1.65 કરોડ રૂપિયા હશે.

રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભગવાન શિવની તસવીર સામે દેશ, તેના સશસ્ત્ર દળો અને અગ્નિવીરોને વળતર અંગે ખોટું બોલ્યા. આ પછી તેમણે શહીદ અગ્નિવીર અજય સિંહના પિતા નિવેદનને ટાંક્યું હતું. અજય સિંહના પિતાએ કહ્યું કે રાજનાથ સિંહે નિવેદન આપ્યું હતું કે શહીદોના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે, પરંતુ તેમના પરિવારને આવી કોઈ મદદ મળી નથી.

અજયસિંહના પિતાએ કહ્યું કે, “રાહુલ ગાંધી સંસદમાં અમારો અવાજ ઉઠાવી રહ્યા છે કે શહીદોના પરિવારોને તમામ જરૂરી મદદ મળવી જોઈએ. અગ્નિવીર યોજનામાં ભરતી બંધ કરવી જોઈએ અને નિયમિત ભરતી પુનઃસ્થાપિત કરવી જોઈએ.”

ગાંધીએ કહ્યું કે સંરક્ષણ પ્રધાન શહીદ અજય સિંહના પરિવાર, સશસ્ત્ર દળો અને દેશના યુવાનો સાથે ખોટું બોલ્યા છે અને તેમણે તેમની માફી માંગવી જોઈએ.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા