ફરી બ્લ્યુ ડ્રમમાં પુરાયો એક પતિઃ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મારી નાખ્યો

થોડા મહિનાઓ પહેલા મેરઠમાં મુસ્કાન નામની એક છ વર્ષની બાળકીની માતાએ પ્રેમી સાહિલ સાથે મળી પતિ શુભમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તેણે પતિના મૃતદેહને બ્લ્યુ ડ્રમમાં ફેંકી તેમા સિમેન્ટ ભરી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને બ્લ્યુ ડ્રમ ભારે બદનામ થઈ ગયું હતું. હવે ફરી એક પતિ પત્નીનાં લવઅફેરનો ભોગ બન્યાની બ્લ્યુ ડ્રમમાં પેક થયાની ઘટના બહાર આવી છે.
આ ઘટના રાજસ્થાનની છે, પરંતુ મૃત મૂળ ઉત્તર પ્રદેશનો છે. રાજસ્થાનના અલવરના ખૈરથલ-તિજારા જિલ્લામાં હંસરાજ નામનો 35 વર્ષીય પુરુષ પોતાની પત્ની અને ત્રણ સંતાન સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. જન્માષ્ટમીના દિવસે તેનું મર્ડર થયું અને તેની લાશ બ્લ્યુ ડ્રમમાં મળી આવી. ફરક માત્ર એટલો હતો કે હંસરાજની લાશ સિમેન્ટમાં જડી ન દેતા તેમાં નમક નાખવામાં આવ્યું હતું.
પ્રાથમિક તપાસ અનુસાર હંસરાજની પત્ની સુનીતા અને મકાનમાલિકના દીકરા જીતેન્દ્રને પ્રેમ થઈ ગયો હતો. સુનીતા ત્રણ સંતાનની માતા હતી જ્યારે જિતેન્દ્રની પત્ની દસેક વર્ષ પહેલા જ મૃત્યુ પામી હતી. બન્નેને એક થવું હતું, પરંતુ હંસરાજ તેમાં આડો આવતો હતો, તેથી બન્નેએ તેને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કર્યો.
જન્માષ્ટમીના દિવસે બધા ઉજવણી અને દેવદર્શનમાં વ્યસ્ત હતા ત્યારે જિતેન્દ્ર અને સુનીતાએ મળી હંસરાજનું ગળું કાપી નાખ્યું ને પછી તેને ઘરની બહાર ડ્રમમાં ભરી દીધો. જિતેન્દ્રની માતા મિથિલેશ ઘરમાં આવી તો કોઈ હતું નહીં. બધા ફરવા ગયા હશે તેમ માની તેણે કોઈને કંઈ પૂછ્યું નહીં.
થોડા સમયમાં જ ડ્રમમાંથી વાસ આવવા માંડી અને મિથિલેશને શક ગયો. મિથિલેશે પોલીસ બોલાવી ત્યારે આખી વાત બહાર આવી. લગભગ સાતેક દિવસ પહેલા પાણી ભરવાનું કારણ આપી સુનીતા પોતાના ઉપરના ઘરમાં ડ્રમ લઈને ગઈ હતી. બન્નેએ પહેલેથી જ પ્લાન કરી રાખ્યો હશે અને જન્માષ્ટમીના દિવસે મોકો જોઈ કામ પતાવી નાખ્યું હશે. જોકે સુનીતા અને જિતેન્દ્ર પકડાઈ ગયા છે અને હવ પોલીસ તપાસ આગળ ધરી રહી છે.
આપણ વાંચો: હિન્દી ચીની ફરી ભાઈ ભાઈ! ચીન ભારતને આ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા તૈયાર