સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન કહ્યું, “દક્ષિણ ભારતના લોકો આફ્રિકા જેવા તો પૂર્વના ચાઇનીઝ જેવા”

નવી દિલ્હી : તાજેતરમાં જ સંપતિની વહેંચણીને લઈને આપેલા નિવેદન બાદ વિવાદનું કેન્દ્ર રહેલા સામ પિત્રોડા(Sam Pitroda) ફરીવાર પોતાના નિવેદનને લઈને વધુ નવા વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. ઇંડિયન ઓવરસિજ કોંગ્રેસના (Indian Overseas Congress) પ્રમુખ સામ પિત્રોડાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ભારતની વિવિધતાભરી પ્રકૃતિને લઈને આપેલા નિવેદનમાં દક્ષિણ ભારતના લોકોને આફ્રિકાના લોકો જેવા કહ્યા હતા. જેને લઈને વિવાદ ખડો થયો હતો.
એક અખબારના ઇંટરવ્યૂ દરમિયાન તેમણે ભારતની વૈવિધત્તાભરી પ્રકૃતિ વિષે વાત કરતાં કહ્યું હતું કે, “આપણે ભારત જેવા વિવિધતાભર્યા દેશને એકસાથે રાખી શકીએ છીએ, જુઓ પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાઈ છે, તો પશ્ચિમના લોકો આરબ જેવા, ઉત્તરના લોકો ગોરા છે તો દક્ષિણના લોકો આફ્રિકા જેવા લાગે છે.”
સામ પિત્રોડાના આ નિવેદન બાદ સોશીયલ મીડિયામાં ભારે વિવાદ મચ્યો છે, ઘણા યુજરે પિત્રોડાના નિવેદનની આકરી ટીકા કરી હતી. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ( Himanta Biswa Sarma) ટ્વિટ કરીને કહ્યું હતું કે, “સામ ભાઈ , હું પોતે ઉત્તર-પૂર્વ ભારતથી આવું છું અને ભારતીય જેવો જ દેખાવ છું. આપણે વૈવિધ્યભર્યા દેશમાં રહીએ છીએ, આપણે એકબીજાથી અલગ દેખાતા હોઈએ પણ આપણે એક જ છીએ. આપણાં દેશ માટે થોડું તો સમજી લો.”