માતાને બાંધીને તેની સાથે બળાત્કાર કર્યો, મૈસુર યુવકે પ્રજ્વલ રેવન્ના સામે કેસ દાખલ કર્યો

કર્ણાટકના પૂર્વ મંત્રી એચ ડી રેવન્ના અને તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે નવી મુસીબત ઊભી થઇ છે. મૈસુર યુવકની ફરિયાદના આધારે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ છે કે પ્રજ્વલનો યુવકની માતાને કથિત રીતે બાંધીને બળાત્કાર કરતો વીડિયો બહાર આવ્યા બાદ તેનું (માતાનું) અપહરણ કરવામાં આવ્યું હતું. એચ ડી રેવન્ના હાસન જિલ્લાના હોલેનસીપુરા મતવિસ્તારના જેડીએસના વિધાનસભ્ય છે. તેો ભૂતપૂર્વ વડા પ્રધાન એચ ડી દેવગૌડાના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામીના મોટા ભાઇ છે.
હાસનના વર્તમાન જેડીએસ સાંસદ પ્રજવલ પર મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. હાલમાં જ તેમને કથિત રીતે સંડોવતી અનેક વીડિયો ક્લિપ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે.
હાલમાં તેઓ હાસન લોકસભા વિસ્તારમાંથી NDAના ઉમેદવાર છે. JDS ગયાવર્ષે સપ્ટેમ્બરમાં NDAમાં જોડાયો હતો.