ચંદ્રબાબુની ધરપકડ પછી હવે સીઆઇડીએ કર્યો મોટો દાવો…
વિજયવાડા: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટએ કહ્યું છે કે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના વડા એન ચંદ્રબાબુ નાયડુની જ્યારે સીઆઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે તે કહેતા કે મને કંઇ યાદ નથી. નાયડુને કથિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કર્યાના એક દિવસ બાદ કડક સુરક્ષા વચ્ચે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નાયડુની ન્યાયિક કસ્ટડીની માગણી કરી હતી. સત્તાવાળાઓએ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને વિજયવાડા લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી પરંતુ વિપક્ષી નેતાઓના હોબાળા બાદ તેમને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા દેવામાં આવ્યો નહોતો.
સીઆઈડીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સીઆઈડી ઓફિસમાં ચંદ્રબાબુ નાયડુને લાવ્યા બાદ નાયડુની મધ્યસ્થીઓની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી હતી. પરંતું તેમણે એક પણ પ્રશ્ર્નનો જવાબ આપ્યો નહોતો અને એમ જ કહે રાખ્યું કે મને કંઇ યાદ નથી. આ ઉપરાંત તોમણે કાયદાકીય સલાહકારની સલાહ લેવા, તેમના પરિવારના સભ્યોને મળવા અને ભોજન અને નાસ્તો કરવાની વિનંતી કરી હતી. તેમની વિનંતી મુજબ પૂછપરછમાંથી ટૂંકા ગાળાનો વિરામ પણ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સીઆઇડીની ટીમે શનિવારે સવારે લગભગ 6 વાગ્યે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાનની નંદ્યાલ શહેરના જ્ઞાનપુરમ ખાતે આરકે ફંક્શન હોલની બહારથી ધરપકડ કરી હતી. નાયડુ પોતાની વાનમાં સૂતા હતા ત્યારે આંધ્રપ્રદેશ પોલીસે શનિવારે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં નાયડુને મુખ્ય કાવતરાખોર ગણાવીને તેમની ધરપકડ કરી હતી. આ કથિત કૌભાંડને કારણે રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે. સીઆઇડીના ચીફ એન સંજયે કહ્યું હતું કે નાયડુ આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે.