નેશનલ

રાજ્યસભામાં થયો ‘ખેલ’: BJD સાંસદ Mamata Mohantaએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા

નવી દિલ્હી: હાલમાં જ ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે અને ભાજપે રાજ્યમાં BJDના ગઢને ભેદ્યો છે. ત્યારથી ભાજપે અહીં રાજકીય સમીકરણો મજબુત કરવાનું શરૂ કરી દીધું છે. મમતા મોહંતાએ બુધવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમનું રાજીનામું મંજૂર કરી દીધું હતું. હવે આજે તે ભાજપમાં જોડાય ગયા છે.

આ પણ વાંચો: Hamas Chief Killing: ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો; જાણો અમેરિકાએ શું કહ્યું

બીજુ જનતા દળના (BJD) પૂર્વ રાજ્યસભા સાંસદ મમતા મોહંતા આજ 1 ઓગષ્ટ ગુરુવારે બીજેપીમાં જોડાયા. મોહંતાએ પોતાની પાર્ટી બીજેડીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. મમતા મોહંતા વર્ષ 2020માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા અને તેમનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો હતો.

રાજનીતિમાં મહત્વપૂર્ણ બનશે એક બેઠક:
જો કે હવે મમતા મોહંતાના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એટલે વિધાનસભામાં સભ્યોની સંખ્યાના ગણિત મુજબ આ બેઠક ભાજપના પક્ષમાં જશે. ઓડિશામાં રાજ્યસભાની 10 બેઠકો છે અને અહીં ભાજપ સત્તામાં છે, પરંતુ તેના માત્ર એક રાજ્યસભા સાંસદ છે.

જો રાજ્યસભાનું ગણિત સમજીએ તો હાલમાં ઉપલા ગૃહમાં કુલ સભ્યોની સંખ્યા 245 છે, પરંતુ હાલમાં માત્ર 225 સાંસદો છે. રાજ્યસભામાં ભાજપના 86 સાંસદો છે. જો એનડીએના સાથી પક્ષોને સામેલ કરવામાં આવે તો આ આંકડો 101 સુધી પહોંચે છે, જે બહુમતીના 113ના આંકડા કરતા ઓછો છે. રાજ્યસભામાં બહુમતીના આંકની નજીક પહોંચવા માટે ભાજપ માટે ઓડિશામાંથી તેને મળેલી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાની છે.

ભાજપમાં જોડાવું મારો અંગત નિર્ણય:
ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ બાદ મમતા મોહંતીએ કહ્યું હતું કે, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકોની સેવા કરવાના આદર્શોથી પ્રેરિત થઈને ભાજપમાં જોડાઈ છું. આ મારો અંગત નિર્ણય છે અને હું કોઈ ષડયંત્રના ભાગરૂપે ભાજપમાં જોડાઈ નથી.” મમતા મોહંતાએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને ઓડિશાના પ્રભારી વિજયપાલ સિંહ તોમરની ઉપસ્થિતિમાં પાર્ટીનું સભ્યપદ લીધું. તેમણે કહ્યું કે બીજેડીમાં લાંબા સમયથી તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button