
બેંગલુરુ: ભારતના સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત ઓક્ટોબર મહિનામાં વાયુસેનાના ફાઇટર પ્લેન ‘રાફાલ’માં ઉડાન ભરી હતી, આજે રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય નૌકાદળની કલવરી-ક્લાસ સબમરીન, INS વાગશીર પર સવારી કરી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કર્ણાટકના કારવાર ખાતે આવેલા નેવલ બેઝ પર પહોંચ્યા હતાં. નૌકાદળના અધિકારીઓની મદદથી રાષ્ટ્રપતિ મુર્મએ સ્વદેશી રીતે નિર્મિત INS વાગશીર પર સવારી કરી હતી, આ ખાસ મુલાકાત દરમિયાન નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી પણ હાજર રહ્યા હતા.

રાષ્ટ્રપતિ મુર્મુને INS વાગશીર વિષે માહિતી આપવામાં આવી હતી અને દરિયાઈ તૈનાતી દરમિયાન સબમરીન કર્મચારીઓના પડકારો અંગે પણ જાણ કરવામાં આવી હતી.

ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર X એકાઉન્ટ પરની એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે રાષ્ટ્રપતિએ INS વાઘશીરના ક્રૂ સાથે વાતચીત કરી અને તેમના સમર્પણ, પ્રતિબદ્ધતા અને નિઃસ્વાર્થ સેવાની ભાવનાની પ્રશંસા કરી.
President Droupadi Murmu undertook a dived sortie on the Western Seaboard onboard INS Vaghsheer. During the sortie, the President was briefed on the role of the submarine arm in India's maritime strategy, and the operational capabilities and contributions in safeguarding national… pic.twitter.com/Acnyxtljex
— President of India (@rashtrapatibhvn) December 28, 2025
વિઝીટ નોટ્સમાં રાષ્ટ્રપતિએ લખ્યું કહ્યું, “INS વાઘશીર પર આપણા સેઈલર્સ અને અધિકારીઓ સાથે સફર કરવાનો, ડાઇવ કરવાનો અને સમય વિતાવવાનો અનુભવ મારા માટે ખરેખર ખૂબ જ ખાસ હતો.”

ભારતીય નૌકાદળની સબમરીમાં સફર કરનાર રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના બીજા રાષ્ટ્રપતિ છે. સ્વગસ્થ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે સબમરીનમાં સફર કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કલવરી-ક્લાસ સબમરીન પર આ પહેલી સફર હતી.
રાષ્ટ્રપતિની આ મુલાકાત ભારતીય નૌકાદળ માટે ખાસ છે, તેનાથી નૌકાદળનું મનોબળ વધશે.
INS વાગશીરને પ્રોજેક્ટ 75 હેઠળ સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. આ સબમરીન, અત્યાધુનિક સેન્સર, શસ્ત્રો અને સાયલન્ટ ઓપરેશન કરવાની કેપેસિટીથી સજ્જ છે.
આપણ વાંચો: ઉન્નાવ બળાત્કાર પીડિતાને સુપ્રીમ કોર્ટ ન્યાય આપશે? આ તારીખે CBIની અરજી પર સુનાવણી…



