પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ કોલેજો બંધ, શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ મંગળવાર રાત્રે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. ભારતીય સેનાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરી ઓપરેશન સિંદૂર હેઠળ 9 આતંકવાદી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો. આનાથી હતાશ થઈને પાકિસ્તાના સૈનિકો સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આમાં ત્રણ નાગરિકોના મોત થયા. સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે.
આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધારવામાં આવી
જેની બાદ ભારતે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા વધારવામાં આવી છે. આ ઉપરાંત આજે (જમ્મુમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુની સાથે, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં પણ આજે બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો આજે બંધ રહેશે
કાશ્મીરના વિભાગીય કમિશનરે બુધવારે જણાવ્યું હતું કે કાશ્મીરના ત્રણ જિલ્લાઓમાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. વિજય કુમાર બિધુરીએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બારામુલ્લા, કુપવાડા અને ગુરેઝમાં શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો આજે બંધ રહેશે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા અને શાંતિ જાળવવા અને સાવચેતીના પગલા તરીકે સત્તાવાર સલાહનું પાલન કરવા વિનંતી કરી છે.
શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ
શ્રીનગરનું એરપોર્ટ આગામી આદેશ સુધી સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી અનુસાર, સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પારની ચોકીઓ પરથી ગોળીબાર કર્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં લોકોએ ઉજવણી કરી
પાકિસ્તાનમાં સેનાની કાર્યવાહી બાદ જમ્મુ કાશ્મીરમાં લોકો ઉજવણી કરતા જોવા મળ્યા. લોકોએ કહ્યું આ હુમલો પુરાવા સાથે થયો છે અને આ વખતે કોઈ કોઈ પુરાવા માંગશે નહીં. અમે સેના સાથે ઉભા છીએ. ઓપરેશન સિંદૂર પછી દેશભરમાં ખુશીની લહેર છે. જેમાં શાસક અને વિપક્ષ બંને એક જ સૂરમાં સેનાના એક્શનના વખાણ કરી રહ્યું છે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદુરઃ PM Modiની ‘ઓપરેશન’ પર નજર, પાકિસ્તાનની ઊંઘ હરામ