ટોપ ન્યૂઝનેશનલ

ઓપરેશન સિંદૂર બાદ અમિત શાહની રાજ્યનાં 9 મુખ્ય પ્રધાનો સાથે બેઠક; જાણો શું છે આગામી પ્લાન?

નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ ઓપરેશનની માહિતી આપી હતી. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશનાં નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો, ડીજીપી અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજી હતી. અમિત શાહે બેઠક દરમિયાન યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે.

નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક

ભારતીય સેનાએ મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં આતંકીઓના અડ્ડાઓને નેસ્તનાબુદ કરવામાં આવ્યા હતા. હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનો અને લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલો સામેલ હતા.

આ પણ વાંચો: BREAKING: ઓપરેશન સિંદૂરથી ફફડ્યું પાકિસ્તાન, પંજાબમાં જાહેર કરી કટોકટી

PMની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત

પીએમ મોદીએ બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને તેમને ઓપરેશન સિંદૂર અંગે રિપોર્ટ સોંપ્યો હતો. પીએમએ આ પહેલા સવારે સીસીએસની બેઠક યોજી હતી. તેઓ કેબિનેટની બેઠકમાં પણ સામેલ થયા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ સામેલ હતા.

આ પણ વાંચો: ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે અમેરિકાથી લઇને યુએઇ સુધીના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા…

પહલગામ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી

અત્રે ઉલ્લેખનીય છે કે પહલગામ આતંકી હુમલાનો ભારતે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. સેનાએ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ માત્ર આતંકી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા હતા, પાકિસ્તાની સેનાને કોઈપણ રીતે નિશાન બનાવવામાં આવી ન હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button