
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન હાથ ધર્યું હતું. આ પ્રક્રિયામાં ગેરકાયદે ભારતમાં ઘૂસણ ખોરી કરનારાનું યાદીમાં નામ નિકળ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ બાદ હવે ચૂટંણી પંચ દેશભરમાં મતદાર યાદીના પુનર્મુલ્યાંકનનની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આવ્યો છે, જેમાં કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો અધિકાર ગણાવ્યો હતો, પરંતુ તેના સમયની ટીકા પણ કરી હતી.
બિહારમાં વિવાદ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો
બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું વિશેષ પુનર્મુલ્યાંકન હાથ ધર્યું, જેની સામે વિપક્ષી પક્ષો અને કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો હતો કે આ પ્રક્રિયાથી યોગ્ય નાગરિકોના મતાધિકારને અસર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો બંધારણીય હક ગણાવ્યો અને બિહારમાં તેને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જોકે, કોર્ટે એવું પણ જણાવ્યું કે આવી પ્રક્રિયા દેશભરમાં હાથ ધરવી જોઈએ.
અન્ય રાજ્યોમાં પુનર્મુલ્યાંકનની સ્થિતિ
ઘણા રાજ્યોના ચૂંટણી અધિકારીઓએ અગાઉના પુનર્મુલ્યાંકનની માહિતી જાહેર કરી છે. દિલ્હીમાં 2008માં છેલ્લું પુનર્મુલ્યાંકન થયું હતું, જેની યાદી હવે મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઉત્તરાખંડમાં 2006માં આવી પ્રક્રિયા થઈ હતી, અને તેની યાદી પણ રાજ્યની વેબસાઈટ પર જોવા મળે છે. આ ઉપરાંત, ચૂંટણી પંચે 28 જુલાઈએ બિહાર કેસની સુનાવણી બાદ દેશવ્યાપી પુનર્મુલ્યાંકન અંગે અંતિમ નિર્ણય લેવાની વાત કરી છે.
આગામી ચૂંટણીઓ અને પ્રક્રિયાનું મહત્વ
બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 2026માં ચૂંટણી યોજાશે. આ પુનર્મુલ્યાંકનનો હેતુ બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવેલા ગેરકાયદેસર વિદેશી સ્થળાંતરીઓને દૂર કરવાનો છે, જેના માટે જન્મસ્થળની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા મતદાર યાદીની ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
આ પણ વાંચો….બિહાર મતદાર યાદીમાં નેપાળી-બાંગ્લાદેશી ઘૂસણખોરો નામઃ ચૂંટણી પંચ એક્શનમાં!