
નવી દિલ્હીઃ 1971 બાદ ફરી એક વખત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના મંડાણ થઈ ગયા છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના શહેરોને ટાર્ગેટ કર્યા હતા, જોકે ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક મનસૂબા સાકાર થવા દીધા નહોતા. આ દરમિયાન જાણીતા બલૂચ લેખક અને કાર્યકર્તા મીર રાય બલૂચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની જાહેરાત કરી હતી અને ભારત સરકાર પાસે નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ ખોલવા મંજૂરી માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને બલૂચિસ્તાનમાં શાંતિ રક્ષક દળ મોકલવા અને પાકિસ્તાનની સેનાને તેમનો વિસ્તાર છોડીને જતા રહેવા આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત તેમણે લખ્યું, સ્વતંત્ર બલૂચિસ્તાનની નવી સરકાર જલદી બનશે. કેબિનેટમાં બલૂચ મહિલાની ભાગીદારી રાષ્ટ્ર પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આંતકવાદને ઉછેરવા મુદ્દે ભારત તો કરશે તબાહી
જો પાકિસ્તાન આંતકવાદીઓને છાવરવાનું બંધ નહીં કરે તો ભારત હજુ પણ મોટી કાર્યવાહી કરશે. પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર સહિત ભારતના ઘણા શહેરોમાં મિસાઇલો અને ડ્રોનથી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને લાહોર, ઇસ્લામાબાદ અને રાવલપિંડી સહિત ઘણા પાકિસ્તાની શહેરો પર હુમલો કરીને બદલો લીધો હતો. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું.
બલુચિસ્તાને ભારતમાં દૂતાવાસ ખોલવાની માંગી મંજૂરી
મીર બલૂચે તેની પોસ્ટમાં લખ્યું, પાકિસ્તાનના પતનનો સમય નજીક છે. અમે બલૂચિસ્તાનનું નવી દિલ્હીમાં દૂતાવાસ ખોલવા મંજૂરી આપવામાં આવે તેવી ભારત સરકારને વિનંતી કરીએ છીએ. યુએનને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલુચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપવા અને તમામ સભ્ય દેશોની બેઠક બોલવાને તેનું સમર્થન કરવા વિનંતી કરીએ છીએ. આ ઉપરાંત તેમણે લખ્યું, પાકિસ્તાન તમારી પાસે સેના છે તો અમારી પાસે બલૂચ સેના છે.
પાકિસ્તાનની પ્રસૂતિ થશે: સોશિયલ મીડિયા પર ચર્ચા
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ લોકો શેર કરી રહ્યા છે.એક યૂઝર્સે લખ્યું, ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની પ્રેગ્નેંસીના સમાચાર ગમે ત્યારે આવી શકે છે. હિન્દુસ્તાન અને બલૂચિસ્તાન વચ્ચે પાકિસ્તાન ફસાયું. યૂઝર્સ પાકિસ્તાનની પ્રસૂતિ થશે તેવા મીમ્સ બનાવીને મજા લઈ રહ્યા છે. યુઝર્સ હેશટેગ પાકિસ્તાન પ્રેગ્નેંસી સાથે મીમ્સ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો… હવાઈ હુમલા બાદ હવે ભારતનો પાકિસ્તાન પર જળ હુમલો, ચિનાબ નદીનું પાણી છોડવામાં આવ્યું