અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની સ્પષ્ટતા, ભારત વિરુદ્ધ જમીનનો ઉપયોગ નહી થવા દેવાય

નવી દિલ્હી : ભારતના પ્રવાસે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે તે પોતાની જમીનનો ભારત વિરોધ ઉપયોગ નહી થવા દે. તેમણે કહ્યું ભારત અમારો નજીકનો મિત્ર દેશ છે. તેમજ બંને દેશ વચ્ચે મજબૂત સબંધ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી હાલ ભારતના પ્રવાસે છે. તેમણે દિલ્હીમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.
ભૂકંપમાં સૌથી પહેલા મદદ પહોંચડનાર દેશ ભારત
આ ઉપરાંત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું કે, દિલ્હી આવીને સારું લાગી રહ્યું છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંપર્ક વધારવા પડશે. તેમજ તે પોતાના દેશની જમીનનો કોઈ પણ દેશ વિરુદ્ધ નહી થવા દે.
જયારે હાલમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. ત્યારે સૌથી પહેલા મદદ પહોંચડનાર દેશ ભારત હતો. અમે ભારતને એક નજીકના મિત્ર તરીકે જોઈએ છીએ. અફઘાનિસ્તાન ભારત સાથે સન્માન આધારિત સબંધ રાખવા માંગે છે. તેમજ અને એક એવી વ્યવસ્થા માટે પણ તૈયાર છીએ જેમાં બંને દેશોના સબંધ મજબુત બની શકે.
ભારત કાબુલમાં દૂતાવાસ ફરી શરૂ કરશે
અફઘાનિસ્તાનની તાલીબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી સાથે નવી દિલ્હીમાં મુલાકાત બાદ ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જાહેરાત કરી હતી કે ભારતે અફઘાનિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો સંપૂર્ણ પુનઃસ્થાપિત કરશે અને કાબુલમાં દૂતાવાસમાં શરુ કરશે.
વર્ષ 2021માં ભારતે દૂતાવાસ બંધ કર્યું હતું
2021 માં તાલીબાને અફઘાનિસ્તાનની સત્તા સાંભળ્યા બાદ ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. એક વર્ષ પછી વેપાર, તબીબી સહાય અને માનવતાવાદી સહાયની સુવિધા ભારતે કાબુલમાં એક ટેકનીકલ મિશન શરુ કર્યું હતું, હવે તેને દૂતાવાસમાં અપગ્રેડ કરવામાં આવશે.
આ પણ વાંચો…કાબુલમાં ભારતીય દૂતાવાસ ફરી શરૂ થશે! અફઘાનિસ્તાનના પ્રધાન સાથે મુલાકાત બાદ જયશંકરે કરી જાહેરાત