
કાબુલ: અફઘાનિસ્તાનમાં રવિવારે મોડી રાતના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા પાકિસ્તાન અને ભારત સુધી અનુભવાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ અત્યાર સુધી 250થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
જયારે અનેક લોકો ઘાયલ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 ની નોંધાઈ હતી. તેની બાદ અન્ય બે આંચકા અનુભવાયા હતા.

અત્યાર સુધી 250 થી વધુ લોકોના મોતની આશંકા
ભૂકંપ બાદ લોકો હજુ પણ ભયમાં છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે ભૂકંપથી ભારે નુકસાન થયું છે. ભૂકંપની અસર અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાએ જોવા મળી હતી. યુએસ જિયોલોજિકલના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી આશરે 36 કિલોમીટર દૂર હતું.

તેમજ મળતી માહિતી મુજબ અત્યાર સુધી 250 થી વધુ લોકોના મોતની આશંકા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે.તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર 160 કિલોમીટર નીચે હતું
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ રવિવારે રાતના 12.47 વાગ્યાના સુમારે પહેલો આંચકો નોંધવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 6 રિકટર સ્કેલની હતી, જ્યારે ભૂકંપનું કેન્દ્ર જમીનથી અંદર 160 કિલોમીટર નીચે હતું. એના પછી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે.

સોમવારે સવારે 5.16 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ
જેમાં રવિવારે રાત્રે 12.47 વાગ્યે 6.03ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. એના પછી બીજો આંચકો રાતના 1.08 વાગ્યે 4.07ની તીવ્રતાનો ભૂકંપ. એના પછી રાતના 1.59 વાગ્યે 4.3ની તીવ્રતાનો ભૂકંપ. ઉપરાત, રાતના 3.03 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ. સોમવારે સવારે 5.16 વાગ્યે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અફઘાનિસ્તાનમાં ઓક્ટોબર 2023માં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં 4,000 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો…અફઘાનિસ્તાનમાં ભૂકંપ, ભારત અને પાકિસ્તાન સુધી અસર: 20 લોકોના મોત…