ભારત રત્નથી સન્માનીત થવાના સમાચાર સાંભળતા જ અડવાણી થયા ભાવુક, દીકરા-દીકરીએ કહી આ વાત…

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને લાલકૃષ્ણ અડવાણીના પરિવારમાં ખુશીનો માહોલ છે. પુત્રી પ્રતિભા અડવાણીએ જણાવ્યું કે જ્યારે તેમના પિતાને ભારત રત્નથી સન્માનિત (L K Advani Bharat Ratna) કરવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. પ્રતિભાએ કહ્યું કે તેણે પોતાનું આખું જીવન પક્ષ માટે સમર્પિત કર્યું. આ સમાચાર સાંભળીને આખો પરિવાર ખુશ છે.
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા માહિતી આપતા લાલકૃષ્ણ અડવાણીને અભિનંદન પાઠવ્યા હતા. દેશભરના નેતાઓ તેમને આ સન્માન માટે અભિનંદન આપી રહ્યા છે. હવે આ અંગે લાલકૃષ્ણ અડવાણીની પુત્રી અને પુત્રની પ્રતિક્રિયા સામે આવી છે. પુત્રીએ જણાવ્યું કે આ સમાચાર સાંભળીને પિતા ભાવુક થઈ ગયા હતા.
આ સાથે લાલકૃષ્ણ અડવાણીના પુત્ર જયંત અડવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે થોડા સમય પહેલા મેં સમાચાર સાંભળ્યા હતા કે મારા પિતાને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આનાથી મારો પરિવાર ઘણો ખુશ છે. મારા પિતાને આ એવોર્ડથી સન્માનિત કરવા બદલ હું વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. મારા પિતાનું યોગદાન પ્રશંસનીય છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશભરના લોકો અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય નેતાઓથી લઈને ઘણા રાજ્યોના મુખ્યપ્રધાન અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન યુપીના CM યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત ઘણા લોકોએ એલ.કે. અડવાણીને અભિનંદન પાઠવ્યા છે.