ટોપ ન્યૂઝનેશનલ

વ્યભિચાર અને સમલૈંગિકતાને ફરીથી અપરાધ બનાવવા જોઈએ: સંસદીય સ્થાયી સમિતિની કેન્દ્રને ભલામણ

નવી દિલ્હી: ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ લગ્નેતર શારીરિક સંબંધો એટલે કે વ્યભિચારને ભારતીય દંડ સંહિતાના હેઠળ ફરી સામેલ ભલામણ કરી છે. સંસદીય સ્થાયી સમિતિએ કેન્દ્ર સરકારને મોકલેલા પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે,  વ્યભિચારને ફરીથી ગુનો બનાવવો જોઈએ કારણ કે લગ્ન એક પવિત્ર સંસ્થા છે અને તેનું રક્ષણ કરવું જોઈએ.

સંસદીય સ્થાયી સમિતિએ ભારતીય ન્યાય સંહિતા બિલ પરના તેના અહેવાલમાં મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ ભલામણ કરી હતી. ગૃહ પ્રધાને સપ્ટેમ્બરમાં ભારતીય ન્યાય સંહિતા બિલ રજૂ કર્યું હતું. સમિતિએ વ્યભિચારની સાથે સમલૈંગિકતાને પણ ફરી ગુના તરીકે સમાવવા ભલામણ કરી હતી. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે વ્યભિચાર અને સમલૈંગિકતાને ગુનો ના ગણવા ઐતિહાસિક નિર્ણયો આપ્યા હતા

સંસદીય સમિતિએ તેના અહેવાલમાં એવી દલીલ પણ કરી છે કે સુધારેલા વ્યભિચાર કાયદાને “જેન્ડર ન્યુટ્રલ” અપરાધ ગણવો જોઈએ. આ માટે સ્ત્રી અને પુરુષ બંને પક્ષોને સમાન રીતે જવાબદાર ઠરાવવા જોઈએ.

સ્થાયી સમિતિએ એમ પણ કહ્યું હતું કે, સજાતીય સંબંધને લગતી કલમ 377ને પણ સુપ્રીમ કોર્ટ દ્વારા 2017માં આંશિક રીતે રદ કરવામાં આવી હતી તેને ફરી લાગુ કરવામાં આવે. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે સજાતીય સંબંધ પર પ્રતિબંધ અતાર્કિક, અક્ષમ્ય અને સ્પષ્ટ રીતે મનસ્વી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે વ્યભિચાર પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે વ્યભિચાર ગુનો ન હોઈ શકે અને ન હોવો જોઈએ. જો કે, બેન્ચે કહ્યું હતું કે વ્યભિચાર છૂટાછેડા માટેનું કારણ બની શકે છે. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે આ કાયદો બ્રિટીશ સાશન સમયનો 163 વર્ષ જૂનો છે. કાયદો ‘પતિ પત્નીનો માલિક છે’ના અયોગ્ય ખ્યાલને અનુસરે છે. નિંદાત્મક ટિપ્પણીઓમાં સર્વોચ્ચ અદાલતે આ કાયદાને જૂનો, મનસ્વી અને પિતૃસત્તાક ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કાયદો મહિલાની સ્વાયત્તતા અને ગૌરવનું ઉલ્લંઘન કરે છે.

જો સરકાર સંસદીય સમિતિના અહેવાલને સ્વીકારી લેશે, તો તે સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચના 2018ના સીમાચિહ્નરૂપ ચુકાદાની વિરુદ્ધ હશે. 2018ના નિર્ણય પહેલા લાગુ રહેલા કાયદામાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પુરુષ પરિણીત મહિલા સાથે તેના પતિની સંમતિ વિના શારીરિક સંબંધ બાંધે અને તેને દોષિત ઠેરવવામાં આવે તો તેને પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કે, આ કેસમાં સંબંધિત મહિલાને સજા થશે નહીં.

હવે ગૃહ બાબતોની સ્થાયી સમિતિનો અહેવાલ વ્યભિચારના કાયદામાં થોડો ફેરફાર કરીને તેને ફરી ગુનો બનાવવા માંગે છે. મતલબ કે સ્ત્રી અને પુરુષ બંનેને સજા ભોગવવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker