યોગી સરકારમાં આંચકાનો દોર? યુપી સરકારના આ મંત્રી આપી શકે છે રાજીનામું…
લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યાનાથની સરકારની બદલાતી જતી પરિસ્થિતિ ચર્ચાનું કેન્દ્ર છે. આ દરમિયાન યોગી સરકારને વધુ એક ઝટકો લાગી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુપીમાં અધિકારીઓની મનમાનીના મુદ્દા પર રાજનીતીક માહોલ ગરમાયો છે. હાલ સરકારના એક રાજ્યકક્ષાના મંત્રી રાજીનામુ આપે તેવા સંકેતો મળી રહ્યા છે.
ઉત્તર પ્ર્દેશનું રાજકારણ તેના બદલાઈ રહેલા માહોલને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઉત્તર પ્ર્દેશમાં યોગી સરકારના રાજ્યકક્ષાના મંત્રી સોનમ કિન્નર એચએએલ રાજીનામું આપી શકે છે. સૂત્રોના કહેવા અનુસાર તેઓ રાજ્યમાં અધિકારીઓના મનસ્વી વલણથી નારાજ હોવાનું જાણવા મળેલ છે.
આજે શુક્રવારના રોજ સોનમ કિન્નર રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા. જો કે તેમની મુલાકાત રાજ્યપાલ સાથે નહોતી થઈ ચૂકી. સોનમ કિન્નર હાલ ઉત્તર પ્રદેશ સરકારમાં વ્યંઢળ કલ્યાણ બોર્ડના ઉપાધ્યક્ષ પદે છે. આજે તેઓ આનંદીબેન પટેલને મળીને રાજીનામું આપે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
જો કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં થઈ રહેલ ઉથલ-પાથલને લઈને અનેક સમાચારો સામે આવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ અપેક્ષા કરતાં ઘણો નબળો રહ્યો હતો, આ પરિણામોથી મોવડીમંડળ ઉપરાંત યોગી ખુદ પણ નારાજ છે. આ દરમિયાન બુધવારે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી. બીજી તરફ એવી પણ અટકળો પણ વહેતી થઈ છે કે યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે.
Also Read –