બજેટમાં મહારાષ્ટ્રની અવગણના અને નોકરીઓનો અભાવઃ આદિત્ય ઠાકરેનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ 2026-27માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાગરિકોમાં આર્થિક અસ્થિરતાને સંબોધવા અંગે કોઈ વિશ્વાસ જગાડ્યો નથી અને સરકારી તિજોરીમાં સૌથી મોટો ફાળો આપનાર મહારાષ્ટ્રને અવગણ્યું છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાને ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે જો તે ચૂંટણીઓ ઉપરાંતના મુદ્દાઓ પર વિચાર કરે તો તે ખરેખર ભારત માટે “ભેટ” હશે.
કેન્દ્ર સરકારના તિજોરીમાં સૌથી મોટો ફાળો આપનાર મહારાષ્ટ્રનો પાછોતરો વિચાર પણ નથી. જીડીપી, જીએસટી, કે આવકવેરો હોય, મહારાષ્ટ્ર સૌથી મોટો ફાળો આપનાર છે અને પ્રમાણસર સૌથી વધુ અવગણવામાં આવે છે, એમ તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું.
તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં, સરકાર સમગ્ર રાષ્ટ્ર વતી બોલતી હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રમાં રાજ્યોનો સમાવેશ થાય છે, અને છેલ્લા દાયકામાં, ભાજપે નિયમોમાં ફેરફાર કર્યા છે. ઠાકરેએ મુંબઈ અને પુણે અને સાત અન્ય શહેરો વચ્ચે વિકાસ કનેક્ટર્સ તરીકે હાઇ-સ્પીડ રેલ્વે કોરિડોર અંગેની જાહેરાત પર વધુ સ્પષ્ટતા માંગી, અને પ્રશ્ન કર્યો કે શું કેન્દ્ર કે રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ માટે ભંડોળ પૂરું પાડશે?
નાણા પ્રધાને આર્થિક અસ્થિરતા, ભૂરાજનીતિ અને ઘટતા રૂપિયા બાબત નાગરિકોમાં વિશ્વાસ જગાડવાની સહેલાઇથી અવગણના કરી છે, જે બાબતો માટે તેમની જ પાર્ટીએ એક સમયે રાષ્ટ્રીય કોલાહલ મચાવ્યો હતો, તેમણે કહ્યું.
સેના (યુબીટી નેતાએ શહેર આર્થિક ક્ષેત્રો (CERs) ના વિકાસ અંગેની જાહેરાતની પણ ટીકા કરી, જેમાં પાંચ વર્ષમાં દરેક ક્ષેત્ર માટે રૂ. 5,000 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે, એક દાયકાથી વધુ સમય પછી “નિષ્ફળ સ્માર્ટ સિટી કાર્યક્રમ” આટોપી લીધા પછી, કોઈ સ્પષ્ટતા વિના, આ જાહેરાત એક મોટી મજાક છે.
ઠાકરેએ એમ પણ નિર્દેશ કર્યો કે દેશમાં, આબોહવા પરિવર્તન જે ખૂબ જ સંવેદનશીલ બાબત છે, પછી ભલે તે ગ્રામીણ હોય કે શહેરી વિસ્તારો; તેના માટે કોઈ પીઠબળ પૂરું પાડવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, સરકાર આબોહવા કાર્યવાહી અંગે અજાણ અને દૃષ્ટિવિહીન છે.
તેમણે આરોપ લગાવ્યો કે સીતારમણે 2024 માં ઓળખાયેલી ચાર જાતિઓ – મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ/જરૂરિયાતમંદોને ભૂલી ગયા હોય અથવા સફળતાપૂર્વક નાબૂદ કરી હોય તેવું લાગે છે. અર્થપૂર્ણ રોજગાર ઉભા કરવા માટે કંઈ નક્કર નથી. હા, ડેટા સેન્ટર સારા છે, પરંતુ તેઓ નોકરીઓનું સર્જન કરતા નથી. નોકરીઓનું રક્ષણ કરવા અને વધારવા માટે આપણને નક્કર પગલાંની જરૂર છે, એમ તેમણે કહ્યું.
(પીટીઆઈ)



