ગણેશ ચતુર્થી પહેલાં આદિત્ય L1એ આપ્યા Good News…
શ્રીહરિકોટ્ટાઃ ગણેશચતુર્થીના આગલા દિવસે જ એટલે કે આજે આદિત્ય-L1એ દેશવાસીઓને ગુડ ન્યૂઝ આપ્યા છે. આવતીકાલે એટલે કે મંગળવારે આદિત્ય-L1 પાંચમી વખત પોતાની કક્ષા બદલવાનો છે, પણ એ પહેલાં આજે એટલે કે સોમવારે આદિત્ય-L1 મિશન બાબતે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
ઈસરોએ આ બાબતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આદિત્ય-L1 એ ડેટા કલેક્ટ કરવાનું શરૂ કરી દીધું છે એવી માહિતી ટ્વીટ કરીને આપી હતી. આને કારણે વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસમાં રહેલાં કણોનો અભ્યાસ કરવામાં મોટી મદદ મળશે. આવો જોઈએ ઈસરોએ પોતાના ટ્વીટમાં શું કહ્યું છે-
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો)એ ભારતના પહેલાં મિશન સન આદિત્ય-L1 મિશન બાબતે મહત્ત્વની માહિતી આપી છે. આદિત્ય-L1 એ વૈજ્ઞાનિકોએ ડેટા એકઠું કરવાનું શરૂ કરી દીધું છે. ઈસરોએ ટ્વીટ કરીને આ બાબતની માહિતી આપી છે.
આદિત્ય-L1માં ઈન્સ્ટોલ કરવામાં આવેલા STEPS ડિવાઈઝ સેન્સર્સે પૃથ્વી પરથી 50 હજાર કિમી કરતાં વધુ અંતર પર સુપર થર્મલ અને ઊર્જાવાન આયન અને ઈલેક્ટ્રોનની ગણતરી કરવાનું શરૂ કરી દીધું છે, એવી માહિતી વધુમાં આપવામાં આવી છે.
આદિત્ય-L1 જે ડેટા એકઠો કરશે તે વૈજ્ઞાનિકોને પૃથ્વીની આસપાસના કણના ગુણધર્મનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે, એવું ઈસરોએ જણાવ્યું હતું. આદિત્ય-L1ને બીજી ઓગસ્ટના સવારે 11.50 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટ્ટાના સતિષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ ભારતનું પહેલું મિશન સન છે.