નવી દિલ્હીઃ એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. એશિયન વિકાસ પરિદ્રશ્ય (એડીઓ)ના બુધવારે જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકન વેપાર, રાજકોષીય તથા નીતિમાં પરિવર્તનથી એશિયા અને પ્રશાંત વિસ્તારનો વિકાસ પ્રભાવિત થઈ શકે છે. તેમજ મોંઘવારી પણ વધી શકે છે.
આ પણ વાંચો: RBI એ આ મોટી બેંકને ફટકાર્યો દંડ, આ બાબતે મળી હતી ફરિયાદો
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એશિયા અને પ્રશાંત વિસ્તારનું અર્થતંત્ર 2024માં 4.9 ટકાના દરેથી વધવાનો અંદાજ છે. આ આંકડો એડીબીના સપ્ટેમ્બરના 5 ટકાના અંદાજથી થોડો ઓછો છે. એડીબીએ કહ્યું, ખાનગી રોકાણ અને આવાસ માંગમાં અપેક્ષાથી ઓછી વૃદ્ધિથી ભારતનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષમાં 6.5 ટકા રહેવાનો અંદાજ છે. પહેલા ભારતીય અર્થતંત્ર 7 ટકાના દરથી વધવાનો અંદાજ હતો. એડીબીએ આગામી વર્ષ માટે વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે.
આ પણ વાંચો: બેંક ખાતામાં ચાર નોમિની ઉમેરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પાસ
આરબીઆઈએ પણ ઘટાડ્યો અંદાજ
ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) પણ ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ દર 7.2 ટકાથી ઘટાડીને ગત સપ્તાહે 6.6 ટકા કર્યો હતો. કેન્દ્રીય બેંકે આર્થિક ગતિવિધિઓમાં સુસ્તી તથા ખાદ્ય પદાર્થોની કિંમતમાં તેજી જોતાં અંદાજ પણ 4.8 ટકા કર્યો હતો. ભારતનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સાત ત્રિમાસિકના નીચલા સ્તર 5.4 ટકા પર આવી ગયો હતો. આરબીઆઈએ જીડીપી 7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.