ટોપ ન્યૂઝનેશનલ

અદાણી મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- અમેરિકા તરફથી ભારતને કોઈ સૂચના મળી નહોતી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી પર અમેરિકામાં લાંચના લાગેલા આરોપ બાદ વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું, અદાણી મામલે અમેરિકા તરફથી ભારત સરકારને પહેલા કોઈ સૂચના આપવામાં આવી નહોતી. આ મામલે અમેરિકાએ નિયમોનું પાલન કર્યુ નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે શુક્રવારે જણાવ્યું, આ ખાનગી કંપનીઓ, વ્યક્તિઓ અને અમેરિકાના ન્યાય વિભાગ સાથે જોડાયેલો એક કાનૂની મામલો છે. કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે તેમ અમારું માનવું છે. આ મુદ્દે ભારત સરકારને પહેલાથી માહિતગાર કરવામાં આવી નહોતી.


Also read: અંબાણી માટે સંકટમોચક બનશે અદાણી, કરશે આ ડીલ


વિદેશ મંત્રાલયે કહ્યું, સમન્સ કે ધરપકડ વોરંટ માટે કોઈ પણ વિદેશી સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી પરસ્પર કાયદાકીય સહાયતાનો હિસ્સો હોય છે. આવી વિનંતીની ગુણ-દોષના આધારે તપાસ કરવામાં આવે છે. હાલ અદાણી મામલે અમને અમેરિકા તરફથી કોઈ વિનંતી મળી નથી.


Also read: આટલો ઓછો પગાર લે છે ગૌતમ અદાણી!


શુક્રવારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશંસ લિમિટેડના શેરમાં જોરદાર તેવી જોવા મળી હતી. AGEL ના શેર 23 ટકા વધીને 1338.45 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચ્યા હતા. છેલ્લા 3 કારોબારી દિવસમાં તેમાં 48.81 ટકાનો વધારો થયો છે. અદાજી એનર્જીના શેરમાં પણ ઉછાળો આવ્યો છે. આ શેર 19.53 ટકા વધીને 869.40 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button