નેશનલ

Adani Groupએ વધુ એક કંપની ખરીદીઃ રુ. 10,422 કરોડમાં deal final

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ (Adani Group’s Chairman Gautam Adani)ની જાણીતી સિમેન્ટ અંબુજા કંપનીએ પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા સિમેન્ટે 10,422 કરોડ રુપિયામાં પેન્ના સિમેન્ટનો 100 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ હિસ્સો ખરીદવાની સાથે અંબુજા સિમેન્ટનું વાર્ષિક ઉત્પાદનની ક્ષમતા વર્ષે 14 મિલિયન ટનથી વધીને 89 મિલિયન ટનની સપાટીએ પહોંચશે.

અંબુજા સિમેન્ટે સ્ટોક એક્સચેન્જને આપેલી રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ ડીલ અંગે જાણકારી આપી છે. કંપનીએ પોતાના ફાઈલિંગમાં જણાવ્યું છે કે 13 જૂન, 2024ના કંપનીની બોર્ડની બેઠકમાં કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PCIL)માં 100 ટકા હિસ્સો ખરીદવા માટે સહમત થયા છે.

અંબુજા સિમેન્ટે પેન્ના સિમેન્ટના વર્તમાન પ્રમોટર પી પ્રપા રેડ્ડી અને તેમના પરિવાર પાસેથી હિસ્સો ખરીદશે. કંપની આ અધિગ્રહણ માટે ખૂદ ફંડ આપશે. આ ડીલ અંગે અંબુજા સિમેન્ટના સીઈઓ અજય કપૂરે કહ્યું હતું કે આ એક્વિઝનને કારણે અંબુજા સિમેન્ટના ગ્રોથને ગતિ આપવા માટે સીમાચિહ્નરુપ સાબિત થશે.

પેન્ના સિમેન્ટના અધિગ્રહણ પછી અંબુજા સિમેન્ટ દક્ષિણ ભારતમાં તેની હાજરી વધુ મજબૂત કરશે તેમ જ સમગ્ર દેશમાં સિમેન્ટ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કરશે. આ ડીલને કારણે સમગ્ર ભારતમાં અદાણી સિમેન્ટનો હિસ્સો બે ટકા વધશે અને દક્ષિણ ભારતમાં તેનો હિસ્સો આઠ ટકા વધશે. આ ડીલ પૂરી થવામાં ત્રણથી ચાલ મહિનાનો સમય લાગી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે શેરબજાર બંધ થયા પછી અદાણી ગ્રુપે આ ડીલની જાહેરાત કરી છે, તેથી આગામી સત્રમાં શેરબજારમાં અદાણી ગ્રુપના શેરમાં હિલચાલ જોવા મળી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…