
નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવની દાણચોરીના 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આઈપીએસ અધિકારીની દીકરી સ્મગલિંગમાં ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હોવાની કબૂલાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાન્યા રાવ અમદાવાદ એરપોર્ટ નહોતી ઉતરી પણ તેની સાથે સંકળાયેલી મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હતી.
રાન્યાની કબૂલાતના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરતી મહિલા પેડલર્સની યાદી તૈયાર કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલ સામેલ છે. તેમની પ્રોફાઇલ તૈયાર કરીને સેન્ટ્રલ એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે.
આ પણ વાંચો: દોઢેક કલાકથી UPI સેવા પ્રભાવિત; ગૂગલ પે, ફોન પે સહિતની એપ્પમાં લેવડ દેવડમાં સમસ્યા હવે થઈ રહી છે રિકવર…
અવારનવાર દુબઈ જતી મહિલાઓની મુસાફરીનો રેકોર્ડ નોંધવામાં આવી રહ્યો છે. તેમજ તેઓ સોના કે વાંધાજનક વસ્તુઓ સાથે કેટલી વખતો પકડાઇ છે તેની નોંધ કરવામાં આવી રહી છે. આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતની વિગતોને આધારે તેમના એકાઉન્ટમાં થઇ રહેલા ટ્રાન્જેકશનની વિગતો પર પણ ડિપાર્ટમેન્ટની વોચ છે.
શું રાન્યા બોગસ પાસપોર્ટથી અમદાવાદ એરપોર્ટ લેન્ડ થઈ હતી?
રાન્યા દાણચોરીનું સોનું લઇને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. કસ્ટમ વિભાગને રાન્યા અમદાવાદમાં બોગસ પાસપોર્ટ પર લેન્ડ થઈ હોવાની આશંકા છે તેથી છેલ્લા છ મહિનાના સીસીટીવી ચકાસાઈ રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદના પેડલર કે સ્મગલરો રાન્યા સાથે સંપર્કમાં છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો:નાણામંત્રી Nirmala Sitaraman ની સ્પષ્ટતા, બેંકોમાંથી લોન લઇને ભાગેલા લોકોના બક્ષવામા નહિ આવે
અમદાવાદ એરપોર્ટ સોનાના દાણચારો માટે છે ફેવરીટ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ ભારતભરમાં સોનાના દાણચારો માટેનું ફેવરીટ છે. સમયાંતરે અહીં દાણચોરીથી લાવવામાં આવેલું સોનું એજન્સી દ્વારા ઝડપવામાં આવે છે. છેલ્લા બે મહિનામાં જ અમદાવાદ એરપોર્ટ પરથી 20 કિલો દાણચોરીનું સોનું કબજે કરવામાં આવ્યું છે.