બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરી મારપીટ? એભિનેત્રીએ કર્યો આક્ષેપ
નવી દિલ્હી: બિગ બોસ 16 અને ખતરો કે ખિલાડી ફેમ એભિનેત્રી અર્ચના ગૌતમ સાથે મારપીટ થઇ હોવાનો આક્ષેપ અભિનેત્રીએ કર્યો છે. અર્ચના ગૌતમને લોકસભાની ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે તે દિલ્હીના કોંગ્રેસ કાર્યલય પર પહોંચી ત્યારે તેને અને તેના પિતા સાથે ધક્કામૂક્કી કરી તેમની સાથે મારપીટ કરવામાં હોવાનો આક્ષેપ અભિનેત્રીએ કર્યો છે. તથા આ હરકત કરનારા કોંગ્રેસના કાર્યકર્તા હતાં તેમ પણ તેણે જણાવ્યું હતું. આ અંગેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અર્ચના ગૌતમ તેના પિતા સાથે દિલ્હીની કોંગ્રેસ ઓફિસ પર શુક્રવારે પહોંચી હતી. દરમીયાન તેણે પિતા સાથે પક્ષના કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેને અંદર જવા દીધી નહતી. ત્યાં ઉપસ્થિત મહિલાઓએ તેની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ અર્ચના ગૌતમે કર્યો છે. મહિલા અનામત બિલ મંજૂર થયા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને પ્રિયંકા ગાંધીને અભિનંદન આપવા માટે અમે ગયા હતાં. ત્યારે અમારી સાથે આ ઘટના ઘટી એવી જાણકારી અર્ચના ગૌતમે આપી હતી.
આ અંગે વાત કરતાં અર્ચના ગૌતમે જણાવ્યું કે, હું કોંગ્રેસના કાર્યલયમાં જઇ રહી હતી. જોકે ત્યાં મને રોકવામાં આવી. ત્યાર બાદ મારી સાથે ધક્કામુક્કી થઇ. ઉપરાંત ગાળો આપીને મને ઓફિસની બહાર ધકેલવામાં આવી. મારા પિતાએ મને બચાવી અને કારમાં બેસાડી અને અમે ત્યાંથી નિકળી ગયા. જોકે હવે હું શાંત નહીં બેસુ. મારા જેવી એક્ટર સાથે જો કોંગ્રેસ પાર્ટી આવું વર્તન કરી શકે છે તો સામાન્ય લોકોનું શું? હું ચૂપ નહીં બેસુ. હવે હું મારી લડાઇ લડીશ. મારી સાથએ જે ઘટના બની એ આઘાતજનક હતી. અને કોંગ્રેસના કાર્યકર્તાઓની વર્તણૂંક ખોટી હતી. એમ પણ અર્ચનાએ કહ્યું.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અર્ચનાના પિતા આ અંગે આજે મેરઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાના છે. ઉપરાંત અર્ચના ગૌતમ આ બાબતે આજે પત્રકાર પરિષદ પણ યોજશે.