નેશનલવેપારશેર બજાર

300 મેગા વૉટ હાઈબ્રિડ પ્રોજેક્ટ માટે ACME સોલાર હોલ્ડિંગને રૂ. 1988 કરોડની લોન

નવી દિલ્હી: એકમે સોલાર હોલ્ડિંગ્સે આજે જણાવ્યું હતું કે કંપનીને એસઈસીઆઈ લિલામ મારફતે મળેલા 300 મેગા વૉટના હાઈબ્રિડ પ્રોજેક્ટ માટે જાહેર ક્ષેત્રની પબ્લિક ફાઈનાન્સ કોર્પોરેશન (પીએફસી) પાસેથી રૂ. 1988 કરોડની લોન મળી છે.

આ પ્રોજેક્ટ કુદરતી સ્રોતની ઊંચી ક્ષમતા ધરાવતા રાજસ્થાનના બિકાનેર ખાતે સોલાર ક્ષમતા વિકસાવવા માટે અને ગુજરાના ભૂજ ખાતેના વિન્ડ સાઈટનો સમાવેશ થતો હોવાનું કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો…મદ્રાસ હાઇકોર્ટની Anna University Rape કેસમા વેધક ટિપ્પણી, પૂછ્યું કેમ મહિલા મુક્તપણે એકલી ચાલી શકતી નથી

નોંધનીય બાબત એ છે કે એકમે સોલાર હોલ્ડિંગની સબસિડિયરી એકમે રિન્યુટેક પ્રા. લિ.ને સફળતાપૂર્વક પબ્લિક ફાઈનાન્સ કોર્પોરેશન તરફથી રૂ. 1988 કરોડની લોન મળી છે. જેનો ઉપયોગ 300 મેગા વૉટ સોલાર-વિન્ડ હાઈબ્રિડ એનર્જી પ્રોજેક્ટના વિકાસ અને બાંધકામ માટે થશે.

વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટમાં ગ્રીડ કનેક્ટિવિટી માટે એનટીપીસી સાથે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ અગાઉ જ કરવામાં આવ્યા છે. તેમ જ સોલાર ક્ષમતા માટે જમીનની પ્રાપ્તિ પણ થઈ ગઈ હોવાનું કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button