નેશનલ

રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી પોતાના જ નેતાએને સાચવી શકતી નથી, જે પણ નેતાઓએ કોંગ્રેસ છોડી છે, તેને નેતાઓ અત્યારે કોંગ્રેસ પાર્ટીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી છોડ્યા બાદ વિપક્ષી પાર્ટીઓ સહિત રાહુલ ગાંધી પર આક્ષેપો કરતા નિવેદનો આપી રહ્યાં છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ફરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને શિવસેનાના સાંસદ સંજય રાઉત પર સૌથી મોટો આરોપ મૂક્યો હતો.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર કર્યાં આકરા પ્રહાર

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી અને સંજય રાઉત પર વાક્ પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકો ભારતને તોડીને બીજું પાકિસ્તાન બનનો પ્રયત્ન કરી રહ્યાં છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, મોહમ્મદ અલી ઝીણાએ 1947માં ભારતને તોડવાનું સ્વપ્ન જોયું હતું. સંજય રાઉત અને રાહુલ ગાંધી સાથે પણ એ જ સ્વપ્ન જોઈ રહ્યાં છે. રાહુલ ગાંધી સાથે રહેતા હોવાથી રાહુલ ગાંધી પર જે રસ્તે સવાર છે, તે જ માર્ગે ઉદ્ધવ ઠાકરેનો પરિવાર અને પાર્ટી આવી ગયો છે.

આપણ વાંચો: ‘જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો….’ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે

રાહુલ ગાંધીની વિદેશ પ્રવાસ અંગે ભાજપ નેતાએ કર્યો આક્ષેપ

કોંગ્રેસ પાર્ટી પર ભાજપે પણ આકરા પ્રહારો કર્યાં છે. ભાજપ નેતા રવિશંકર પ્રસાદે એવો દાવો કર્યો છે કે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પોતના સંસદીય ક્ષેત્ર વિસ્તાર કરતા વધારે સમય તો વિયેટનામ વિતાવે છે.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું, ‘રાહુલ ગાંધી નવા વર્ષ દરમિયાન દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશમાં હતા અને ત્યાં લગભગ 22 દિવસ વિતાવ્યા હતા. ફરી તેઓ વિયેટનામ ગયા છે. રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે ભારતમાં રહેવું જોઈએ, પરંતુ તેમની વારંવારની વિદેશ યાત્રાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે’

આપણ વાંચો: Manmohan Singh ના અસ્થિ વિસર્જનમાં કોંગ્રેસ નેતાઓની ગેરહાજરી અંગે કોંગ્રેસ પાર્ટીએ કરી આ સ્પષ્ટતા

ભાજપના આરોપ અંગે કોંગ્રેસે પણ આપ્યો જવાબ

કોંગ્રેસ દ્વારા પણ ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે કહ્યું કે, રાહુલ ગાંધીની વ્યક્તિગત મુલાકાતોને લઈને ભાજપ રાજકારણ કરી રહ્યું છે. એક વ્યક્તિ તરીકે રાહુલ ગાંધીને વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે.

આ મામલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ટિપ્પણીઓ કરવાની કોઈ જ આવશ્યકતા નથી. ભાજપ કોંગ્રેસ અત્યારે એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસ પાર્ટી પર વારંવાર મોટા આક્ષેપો કર્યાં છે.

સંજય રાઉત અને રાહુલ ગાંધી બીજું પાકિસ્તાન બનાવવા માંગે છે

રાહુલ ગાંધી અને સંજય રાઉત પર વાક્ પ્રહાર કરતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કહ્યું કે, ‘સંજય રાઉત રાહુલ ગાંધી સાથે મળીને દેશને તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, કારણ કે, તેઓ જાણી ગયા છે ભારતની જનતા તેમના ઈજાઓ જાણી ગઈ છે અને હવે હવે તેમને સમર્થન મળી નથી રહ્યું. એટલા માટે તેઓ એવું ચાહે છે બીજું પાકિસ્તાન રચવા માંગે છે, અને જો બીજું પાકિસ્તાન બની જાય તો તેના વડા પ્રધાન રાહુલ ગાંધી બનાવવા માંગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button