હૈદરાબાદ: અલ્લુ અર્જુનના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2:ધ રુલ’ હાલ બોક્ષ ઓફીસ પર મોટા રેકોર્ડ્સ બનાવી રહી છે, ત્યારે સંધ્યા ટોકીઝ નાસભાગ કેસમાં અલ્લુ અર્જુન સામે વિરોધના સુર ઉઠી છે. ગઈ કાલે રવિવારે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં આવેલા અલ્લુ અર્જુનના ઘરે યુવકોના ટોળાએ તોડફોડ (Vandalism at Allu Arjun home) કરી હતી, પોલીસે 6 યુવકોની ધરપકડ કરી હતી. આજે સોમવારે આ છ આરોપીઓને શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં, કોર્ટે તમામને જામીન આપ્યા છે.
ઘર પર ટામેટાં ફેંક્યા:
હૈદરાબાદ પોલીસનના જણાવ્યા મુજબ, રવિવારે સાંજે હાથમાં પ્લેકાર્ડ લઇને કેટલાક લોકો અચાનક જ્યુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે ધસી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમાંથી એક કમ્પાઉન્ડ વોલ પર ચડી ગયો હતો અને અને ઘર પર ટામેટાં ફેંક્યા હતાં.
પોલીસે છ શખ્સોને કસ્ટડીમાં લીધા હતાં. આરોપીઓને દાવો કર્યો હતો કે તેઓ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC) નો ભાગ છે.
અલ્લુ અર્જુનને પણ મળ્યા હતાં તુરંત જામીન:
આ ઘટના બાદ, અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને માત્ર 24 કલાકની અંદર જ ₹50,000ના બોન્ડ પર જામીન પર છોડવામાં આવ્યો હતો.
શું હતી ઘટના:
‘પુષ્પા 2: ધ રૂલ’ ની રિલીઝ પહેલા પ્રીમિયર સમયથી જ અલ્લુ અર્જુન વિવાદમાં છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદની સંધ્યા થિયેટરની બાહર અલ્લુ અર્જુનને જોવા ભીડ એકઠી થઇ હતી. અલ્લુ અર્જુનને તેની કારના સનરૂફમાંથી બહાર આવ્યો અને ચાહકોને અભિવાદન કર્યું, આ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેના પુત્રને ઈજા થઈ હતી.
Also Read – અલ્લુ અર્જુને પોલીસની સુચના અવગણી, બાઉન્સરોએ ધક્કો માર્યો; તેલંગાના પોલીસનો મોટો દાવો
વિધાનસભામાં પણ ગુંજ્યો આ મુદ્દો:
આ પહેલા શનિવારે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે પોલીસે સુરક્ષાની ચિંતાઓને કારણે સંધ્યા થિયેટરમાં કોઈપણ કાર્યક્રમની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આ ચેતવણીઓ હોવા છતાં, અલ્લુ અર્જુને કથિત રીતે પ્રીમિયરમાં હાજરી આપી, તેની કારના સનરૂફમાંથી બહાર આવ્યો. RTC X રોડ પર રોડ શો કર્યો, જેને કારણે નાસભાગ શરુ થઇ..