નેશનલ

Kolkata રેપ અને મર્ડર કેસમાં આરોપીનો નિર્દોષ હોવાનો દાવો, ટ્રેઈની મહિલા ડોક્ટરને લોહીથી લથપથ જોતાં ભાગ્યો

Kolkata: Kolkataની આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટરના રેપ અને મર્ડર કેસના આરોપી સંજય રોય પોતાની જાતને હવે નિર્દોષ ગણાવી રહ્યો છે. જેમાં આરોપીએ તેના વકીલ કવિતા સરકારને કહ્યું છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે.

10 ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી

આ ઘટના બાદ સીસીટીવી ફૂટેજના આધારે એક દિવસ પછી 10 ઓગસ્ટે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી. તેનું બ્લૂટૂથ હેડસેટ પણ સેમિનાર હોલની અંદરથી મળી આવ્યું હતું જ્યાં આ ઘટના બની હતી.

જ્યારે આરોપીના વકીલે એક અખબારને જણાવ્યું હતું કે, આરોપીએ પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ પોતાની નિર્દોષતા જાળવી રાખી હતી. સંજય રોયને 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં યુવતીની હત્યા બાદ તેણે આગળ શું કર્યું હતું. તેણે સીબીઆઈ અધિકારીઓને કહ્યું કે તેણે યુવતીની હત્યા નથી કરી.

ગભરાઈ ગયો હતો અને રૂમની બહાર ભાગી ગયો હતો

રિપોર્ટ અનુસાર, રોયે પોલીગ્રાફ ટેસ્ટમાં દાવો કર્યો હતો કે જ્યારે તે હોસ્પિટલના સેમિનાર હોલમાં પ્રવેશ્યો ત્યારે યુવતી બેભાન હતી. આરોપીએ 9 ઓગસ્ટે સેમિનાર રૂમની અંદર લોહીથી લથપથ યુવતીને જોઈ હતી. તેથી તે ગભરાઈ ગયો હતો અને રૂમની બહાર ભાગી ગયો હતો.

તે પીડિતાને ઓળખતો નથી

સંજય રોયે એવો પણ દાવો કર્યો હતો કે તે પીડિતાને ઓળખતો નથી અને તેને ફસાવવામાં આવી રહ્યો છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે નિર્દોષ છે તો તેણે પોલીસને કેમ કહ્યું નહીં, ત્યારે રોયે કહ્યું કે તેને ડર હતો કે તેના પર કોઇ વિશ્વાસ નહીં કરે. આરોપીના વકીલ કવિતા સરકારે અખબારને જણાવ્યું કે ગુનેગાર કોઈ અન્ય હોઈ શકે છે. જે રીતે આરોપી સરળતાથી સેમિનાર હોલમાં પહોંચી ગયો હતો. તે દર્શાવે છે ત્યાં સુરક્ષામાં ખામી હતી અને આ ઘટનાને કોઇ પણ અંજામ આપી શકે તેમ હતું.

25 બાહ્ય અને આંતરિક ઈજાઓ મળી આવી

આ સમગ્ર ઘટનામાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર હોસ્પિટલના સેમિનાર હોલમાં રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ટ્રેઈની મહિલા ડોક્ટરની 36 કલાકની શિફ્ટ આવતી હતી ત્યારે તે દરમિયાન હોલમાં સૂતી હતી. જ્યારે પોસ્ટમોર્ટમમાં તેના શરીર પર જાતીય હુમલો અને 25 બાહ્ય અને આંતરિક ઈજાઓ મળી આવી હતી.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button