નેશનલ

400 કરોડના કૌભાંડનો આરોપી જેલની બહાર ફરતો જોવા મળ્યો, તસવીરો વાઈરલ

નવી દિલ્હીઃ 400 કરોડ રુપિયાના કૌભાંડનો આરોપી જેલની બહાર ફરતો જોવા મળ્યો હતો, તેનાથી રાજકારણ ગરમાયું છે. હરિયાણાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યના પુત્ર દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે જેલમાં હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહ ચોખરનો પુત્ર સિકંદર હરિયાણાના રસ્તાઓ પર લક્ઝરી કારમાં ફરતો જોવા મળ્યો હતો.

કોઈ પોલીસકર્મી પણ તેની સાથે નહોતો, કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં શરતો સાથે હોસ્પિટલમાં દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી જ્યારે ઇડીએ સરકારી હોસ્પિટલમાં દરોડા પાડ્યા તો ચોંકાવનારો ખુલાસો થયો.

સિકંદર ચોખર ૪૦૦ કરોડના કૌભાંડના આરોપમાં જેલમાં છે. પરંતુ પ્રભાવ એટલો છે કે ધારાસભ્યના પુત્રને બીમારીના ખોટા બહાને જેલમાંથી પીજીઆઈ રોહતક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, અને હવે દરરોજ તે હરિયાણાના રસ્તાઓ પર ફરવા નીકળે છે. આરોપી ફોન પર વાત પણ કરે છે અને ફરીથી ચૂંટણી લડી રહેલા તેના પિતાના પ્રચાર અંગે પક્ષના કાર્યકરો સાથે બેઠકો પણ કરે છે.

હરિયાણાના સ્મલખાના કોંગ્રેસના ધારાસભ્ય ધરમ સિંહ ચોખર અને તેના પુત્ર સિકંદર રૂ. ૪૦૦ કરોડના કૌભાંડમાં આરોપી છે. ઇડીએ ધારાસભ્ય અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પુત્ર સિકંદરની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તે જેલની બહાર આવીને હોસ્પિટલમાંથી પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. હરિયાણા-પંજાબ હાઈ કોર્ટે પણ ધારાસભ્ય ચોખર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે અને તેમને આત્મસમર્પણ અથવા ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તેમ છતાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે.

આપને જણાવી દઈએ કે ધરમ સિંહ ચોખર અને તેના પુત્ર સિકંદર સિંહ પર ૧૫૦૦ થી વધુ ઘર ખરીદનારાઓને છેતરવાનો આરોપ છે. ઇડીએ બંને વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. ઓગસ્ટ ૨૦૨૪ ના છેલ્લા સપ્તાહમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે સિકંદરની જામીન અરજી ફગાવી દીધી હતી. પરંતુ આ પછી તેણે બીમારીનું બહાનું બનાવીને જેલમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

જામીન નામંજૂર થયા બાદ આરોપી બે વખત પીજીઆઈ રોહતકમાં દાખલ થયો. પહેલીવાર ૨ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી અને પછી ૨૬ સપ્ટેમ્બરથી અત્યાર સુધી. આરોપ છે કે સિકંદરને કોઈ ગંભીર બીમારી નથી. મેડિકલ રેકોર્ડમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજમાં ધારાસભ્ય ધરમ સિંહનો પુત્ર કાયદાનો ભંગ કરીને પીજીઆઈ રોહતકમાંથી બહાર આવતો જોઈ શકાય છે. આરોપ છે કે તે હોસ્પિટલમાંથી બહાર આવ્યા પછી હોટેલમાં રોકાણ, પાર્ટી કરવી, ફોનનો ઉપયોગ કરવો,ફોર્ચ્યુનર કારનો ઉપયોગ વગેરે કરી રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત