શ્રી માતા વૈષ્ણો દેવી ભવન(Vaisnodevi)રોડ પર અકસ્માત સર્જાયો છે. જેમાં પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલનને કારણે અનેક શ્રદ્ધાળુઓ ફસાયાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
કામચલાઉ ધોરણે અવર જવર બંધ કરી
વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન સતર્ક રહેવા અને રૂટની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે યાત્રાના રૂટ પરની અવર જવર કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. સંબંધિત અધિકારીઓને માર્ગ ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વૈષ્ણો દેવી મંદિર શક્તિપીઠમાંથી એક છે
વૈષ્ણો દેવી મંદિર દેવી દુર્ગાને સમર્પિત 108 શક્તિપીઠોમાંનું એક છે. તે નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ભારતમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ તીર્થસ્થાનોમાંનું એક છે. ભક્તોની સંખ્યા એક કરોડ સુધી પહોંચે છે. વૈષ્ણો દેવી મંદિર ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાંનું એક છે. વૈષ્ણો દેવી મંદિરનું સંચાલન અને વહીવટ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા કરવામાં આવે છે. તેના બોર્ડમાં નવ સભ્યો હોય છે.