આગ્રા લખનૌ એક્સપ્રેસ- વે પર Accident,લગ્નમાંથી પરત ફરી રહેલા પાંચ ડૉક્ટરના મોત

કન્નૌજ : આગરા લખનૌ એક્સપ્રેસ- વે પર એક મોટો અકસ્માત(Accident)થયો છે. આ દુર્ઘટનામાં 5 ડૉક્ટરોના મોત થયા છે અને એક ડૉક્ટર ઘાયલ છે. આ તમામ કારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ લખનૌથી પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે લગભગ 4 વાગે આ અકસ્માત થયો હતો. તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ પાંચ ડોકટરો સૈફઈ મેડિકલ કોલેજમાં કાર્યરત હતા.
કન્નૌજના તિરવા કોતવાલી વિસ્તાર પાસે અકસ્માત
આ અકસ્માત કન્નૌજના તિરવા કોતવાલી વિસ્તાર પાસે થયો હતો. આ તમામ તબીબો પીજી કરી રહ્યા હતા. તબીબની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલા ડોકટરોમાં ડો.અનિરુધ વર્મા, ડો.સંતોષ કુમાર મૌર્ય, ડો.જયવીર સિંહ, ડો.અરુણ કુમાર, ડો.નરદેવની ઓળખ થઈ છે. જેમાં કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
Also Read – યુપીના સંભલમાં હિંસા બાદ જનજીવન સામાન્યઃ શાળાઓ ફરી શરૂ, ઇન્ટરનેટ હજુ બંધ…
અન્ય અકસ્માતમાં મુઝફ્ફરનગરમાં બેના મોત
આ ઉપરાંત અન્ય એક અકસ્માતમાં હિંડોન નદીના પુલ પરથી ટ્રક નીચે પડી હતી. જેમાં બે ટ્રક સવારો સલામત છે અને બેના મોત થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત મુઝફ્ફરનગરના બુઢાના કોતવાલી વિસ્તારમાં હિંડોન નદી પાસે થયો હતો.