
દેશમાં અવારનવાર રફતારના કહેરના લપેટામાં સામાન્ય લોકો કચળાય જતા હોય છે. આવી અસમાન્ય ઘટનાના સમાચાર મળવા હવે સામાન્ય લાગવા લાગ્યું છે. એવો જ એક વીડિયો તમિલનાડુનો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક વૃદ્ધ મહિલાના પેટ્રોલ પંપ પર સફાઈ કરતી વખતે કારની નીચે કચડાઈ જાય છે. આ વીડિયાના ભયાનક ઘટના દ્રશ્યોએ લોકોને હચમચાવી દીધા છે. કાર ચાલકની નાની ભૂલે એક નિર્દોષના જીવને જોખમમાં મૂકી દીધો છે. આ ઘટના તમિલનાડુના એક પેટ્રોલ પંપ પર બની, જે સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ.
આપણ વાંચો: કર્ણાટકની ઘટના આંખ ખોલનારીઃ ચાલુ બસે ડ્રાયવરે સ્કૂલ સ્ટુડન્ટને દરવાજો બંધ કરવા કહ્યું અને…
સૂત્રોની જાણકારી પ્રમાણે આ ઘટના તમિલનાડુના એક પેટ્રોલ પંપ પર બની, જ્યાં એક વૃદ્ધ મહિલા સફાઈ કામ કરી રહી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એક સફેદ કાર, જે ત્યા પેટ્રોલ ભરાવા માટે આવી હતી. પેટ્રોલ ભરાવ્યા બાદ ગાડી આગળ વધીને સીધી મહિલાને કચળી નાખી હતી.
વીડિયો જોતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કારચાલકને આગળ મહિલા દેખાઈ નહોતી. આ વીડિયોમાં કારચાલકની ચોખ્ખી બેદરકારી દેખાઈ રહી છે, પરિણામે મહિલા કારના આગળના ટાયર નીચે આવી ગઈ હતી, જે દ્રશ્ય ચોંકાવનારું હતું.
આપણ વાંચો: શાહજહાંપુર મેડિકલ કોલેજમાં ગેસ લીકેજ થતા લોકોના શ્વાસ રૂંધાયા, ભાગદોડમાં એકનું મોત
દુર્ઘટના બનતાં જ પેટ્રોલ પંપ પર હાજર એક કર્મચારીએ ઝડપથી ડ્રાઈવરને ગાડી રોકવા બૂમો પાડી હતી. શરૂઆતમાં ડ્રાઈવરને સમજાયું નહીં કે શું થયું, પરંતુ જ્યારે તેને ખબર પડી કે એક મહિલા ગાડી નીચે આવી ગઈ હતી. તેણે તરત ગાડી રોકી હતી અને આસપાસના લોકો પણ દોડીને આવ્યા અને મહિલાને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો અને તેને લાખો લોકોએ જોયો. વીડિયોએ લોકોમાં ગુસ્સો અને દુઃખની લાગણી જગાવી.
એક યુઝરે લખ્યું, “આટલી મોટી મહિલા પણ દેખાઈ નહીં? જ્યારે અન્ય યુઝરે સવાલ કર્યો, “આવા લોકોને ડ્રાઈવિંગ લાઇસન્સ કેવી રીતે મળે છે? કેટલાકે ડ્રાઈવરને અમીરોની બગડેલી ઔલાદ ગણાવ્યો હતો. જોકે, કેટલાક યુઝર્સે શક્યતા વ્યક્ત કરી કે મહિલા ડ્રાઈવરના બ્લાઈન્ડ સ્પોટમાં હશે. મોટાભાગના લોકોનું માનવું છે કે થોડી સાવચેતીથી આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.