નેશનલ

અભિનવ અરોરાને Lawrence Bishnoi ગેંગે આપી મારી નાખવાની ધમકી: અભિનવની માતાનો દાવો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમની માતા દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. અભિનવ અરોરાની માતાએ જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી અભિનવ અરોરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેની માતાનું કહેવું છે કે અભિનવે આવું કંઈ કર્યું નથી, જેના કારણે તેને ધમકીઓ મળી રહી છે.

અભિનવની માતાએ કર્યો દાવો:
સમાચાર એજન્સી સાથે વાત કરતાં અભિનવ અરોરાની માતા જ્યોતિ અરોરાએ કહ્યું કે, અભિનવે ભક્તિ સિવાય એવું કંઈ કર્યું નથી જેને તેણે આટલું સહન કરવું પડી રહ્યું છે. તેમણે કહ્યું, “સોશિયલ મીડિયા દ્વારા અમારી વાતને આગળ વધારવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અભિનવે એવું કંઈ કર્યું નથી જેના કારણે અમને ધમકીઓ મળી રહી છે, ભક્તિ સિવાય અભિનવે એવું કંઈ કર્યું નથી જેના માટે તેમને આટલું બધું સહન કરવું પડે.”

તેણે વધુમાં કહ્યું કે, “આજે અમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક ફોન આવ્યો હતો, જેમાં અમને ધમકી આપવામાં આવી હતી કે અભિનવને મારી નાખવામાં આવશે. ગઈકાલે રાત્રે પણ એક કોલ આવ્યો હતો, જે અમે મિસ કર્યો હતો. આજે પણ અમને તે જ નંબર પરથી ફોન આવ્યો હતો અને એક મેસેજ પણ મોકલ્યો છે કે અભિનવને મારી નાખશે.”

Also Read – રામભદ્રાચાર્યએ ઠપકો આપ્યા બાદ ‘બાળ સંત’ અભિનવ અરોરાને મળી ધમકીઓ

વિવાદ બાદ અભિનવ છે ચર્ચામાં:
પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનવ અરોરા માત્ર 10 વર્ષનો છે. તે યુટ્યુબ પર આધ્યાત્મિક અને ભક્તિના વીડિયો અપલોડ કરે છે. ખૂબ મોટા નામ અભિનવની ફોલ્લોઇંગ લિસ્ટમાં છે અને તેની સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવે છે. હાલમાં જ તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં સંત રામભદ્રાચાર્ય અભિનવ અરોરાને સ્ટેજ પરથી નીચે ઉતારી દે છે. રામભદ્રાચાર્યએ તેમના એક વીડિયોમાં અભિનવ અરોરાને ‘મૂર્ખ બાળક’ પણ કહ્યો હતો. આ કારણે પણ અભિનવ અરોરા ટ્રોલર્સના નિશાના પર છે.

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker