ભારત-EU મુક્ત વેપાર અંગે નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ કરી મહત્ત્વની વાત, વ્યૂહાત્મક પણ….

કોલકાતાઃ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર(એફટીએ)ને એક વ્યૂહાત્મક દિશા-નિર્ધારક ગણાવ્યા છે. આ કરાર અમેરિકાને સંકેત આપે છે કે આપણને અમેરિકાની એટલી જરૂર નથી જેટલી તે વિચારે છે.
જો કે તેમણે ચેતવણી આપી કે મધર ઓફ ઓલ ડીલ્સ તરીકે ઓળખાતા આ કરારથી ભારત તેની કાર્યક્ષમતા અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો નહીં કરે ત્યાં સુધી વ્યાપક લાભ મળશે નહીં.
બેનર્જીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના વલણને ભારત હજુ સુધી સંપૂર્ણપણે સમજી શક્યું નથી. તેમણે કહ્યું કે વેપાર તણાવના સમયમાં અમેરિકા તરફથી સંભવિત કરારોના દાવાઓ છતાં ભારત સાથેની વાટાઘાટોમાં તેની રુચિ મર્યાદિત રહી છે.
આપણ વાચો: વક્ફ બિલને લઈ જેપીસીમાં બબાલ, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી થયા ઘાયલ
તેમણે વધુમાં જણાવ્યું કે આ ચોક્કસપણે એક વ્યૂહાત્મક દિશા-નિર્ધારક છે. જે યુરોપ અને ભારત તરફથી અમેરિકાને સંકેત આપે છે કે આપણને અમેરિકાની એટલી જરૂર નથી જેટલી તે વિચારે છે. જો ઉદ્દેશ્ય અમેરિકાને વાટાઘાટો માટે ટેબલ પર લાવવાનો છે તો તે ઉપયોગી થઇ શકે છે.
જો કે તેમણે આ ખરેખર કેટલું દબાણ લાવશે એ વાતને લઇને શંકા વ્યક્ત કરી છે. બેનર્જીએ કહ્યું કે વેપાર કરારો માત્ર એક પ્રારંભિક પગલું છે. આખરે તમારી પાસે વેચવા માટે ઉત્પાદનો હોવા જોઇએ અને બજારમાં તેની માંગ હોવી જોઇએ. બેનર્જીએ આજે સ્પર્ધા માત્ર ટેરિફ સુધી મર્યાદિત ન હોવા પર ભાર મૂક્યો હતો.
બેનર્જીએ કહ્યું કે વાસ્તવિક અવરોધ સપ્લાય ચેઇન કાર્યક્ષમતા અને ડિલિવરીની ગતિ છે. આપણી પરિવહન વ્યવસ્થા કાર્યક્ષમ નથી. બંદરો પર વિલંબ થાય છે. આપણે સપ્લાય ચેઇન કાર્યક્ષમતા વધારવાની જરૂર છે.



