અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ જોખમમાં, બેઠક ગુમાવી તો શું થશે જાણો...
નેશનલ

અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ જોખમમાં, બેઠક ગુમાવી તો શું થશે જાણો…

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022 વિધાનસભા ચૂંટણી સમયે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અને મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, કોર્ટે અબ્બાસ અંસારીને બે વર્ષની સજા સંભળાવી હતી. તેઓ મઉ સદરથી ધારાસભ્ય હતા. અંસારીની સીટ જાય તો આ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તેમ માનવામાં આવે છે. જોકે અબ્બાસ હાઈ કોર્ટમાં ગયા છે. જો સજા પર સ્ટે લાગશે તો ધારાસભ્ય પદ પરત આવી શકે છે.

મળતી વિગત પ્રમાણે, વિધાનસભા સચિવાલય થોડીવારમાં આદેશ આપશે. અબ્બાસ અંસારી ધારાસભ્ય પદ ગયું હોય તેવા 18મી વિધાનસભાના છઠ્ઠા ધારાસભ્ય છે. આ પહેલા આઝમ ખાન, અબ્દુલ્લા આઝમ, ઈરફાન સોલંકી, વિક્રમ સૈની અને રામદુલાર ગોંડનું ધારાસભ્ય પદ ગયું હતું.

કાયદો શું કહે છે
સજા થયેલા નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોને ચૂંટણી લડતા રોકી શકાય છે તેમ જનપ્રતિનિત્વ કાનૂન 1951ની કલમ 8માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. કોર્ટ તરફથી માત્ર દંડ કે જેલની સજા થવા પર તેઓ સભ્ય પદ ગુમાવી દેશે. દોષી જાહેર થયાની તારીખથી તેમનું સભ્ય પદ અયોગ્ય ગણાશે. સજા પૂરી થયાની તારીખથી 6 વર્ષ સુધી દોષી ધારાસભ્ય, સાંસદ ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાશે.

અબ્બાસ અંસારી વર્ષ 2022માં મઉ સદર વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. અબ્બાસ અંસારીના પિતા મુખ્તાર અંસારી પણ મઉ સદર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

આપણ વાંચો : અબ્બાસ અંસારીને મોટો આંચકો, હેટ સ્પીચ કેસમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી…

સંબંધિત લેખો

Back to top button