પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યા માટે દોડાવાશે ‘આસ્થા’ ટ્રેન
આ રહી મહારાષ્ટ્ર અને ગુજરાતના રુટની માહિતી
નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ભારતીય રેલવે (Indian Railway) દેશભરના 66 અલગ-અલગ સ્થળોને અયોધ્યા સાથે જોડવા ‘આસ્થા’ ટ્રેન દોડાવશે. (Ayodhya astha Train) ભક્તોના ધસારાના આધારે ટ્રેનોની સંખ્યા પાછળથી વધારવામાં આવશે. રામ મંદિર જતા ભક્તો માટે દરેક ટ્રેનમાં 22 કોચ હશે. નવી દિલ્હી, જૂની દિલ્હી, નિઝામુદ્દીન અને આનંદ વિહારથી વિશેષ આસ્થા ટ્રેનો શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ઉપરાંત અગરતલા, તિનસુકિયા, બાડમેર, કટરા, જમ્મુ, નાસિક, દેહરાદૂન, ભદ્રક, ખુર્દા રોડ, કોટ્ટયમ, સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાઝીપેટથી પણ ટ્રેનો દોડશે.
સુરક્ષાના કારણોસર, રેલવેએ તેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં ટ્રેનની વિગતોનો ઉલ્લેખ ન કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ખાસ આસ્થા ટ્રેનોની રાઉન્ડ-ટ્રીપ ટિકિટ IRCTC વેબસાઇટ અને એપ પર બુક કરી શકાય છે.
તમિલનાડુમાં, ચેન્નાઈ, સાલેમ અને મદુરાઈ સહિત નવ સ્ટેશનોથી આસ્થા વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવશે. આસ્થા વિશેષ ટ્રેન મહારાષ્ટ્રના કુલ સાત સ્ટેશનો – નાગપુર, પુણે, મુંબઈ, વર્ધા, જાલના અને નાસિકથી અયોધ્યા સુધી દોડશે. લગભગ 200 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની ભારતીય રેલવેની યોજના પહેલેથી જ પાઇપલાઇનમાં છે. આ ટ્રેનોમાં માત્ર ઓપરેશનલ સ્ટોપેજ હશે. આ સિવાય આ ટ્રેનો રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ પછી 100 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાંથી દોડશે.
ગુજરાત અને મહારાષ્ટ્રનો રુટ આ પ્રમાણે છે:
મહારાષ્ટ્ર
મુંબઈ-અયોધ્યા-મુંબઈ
નાગપુર-અયોધ્યા-નાગપુર
પુણે-અયોધ્યા-પુણે
વર્ધા-અયોધ્યા-વર્ધા
જાલના-અયોધ્યા-જાલના
ગુજરાત:
ઉધના-અયોધ્યા-ઉધના
મહેસાણા-અયોધ્યા-મહેસાણા
વાપી-અયોધ્યા-વાપી
વડોદરા-અયોધ્યા-વડોદરા
વલસાડ-અયોધ્યા-વલસાડ
લગભગ 200 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની ભારતીય રેલવેની યોજના પહેલેથી જ પાઇપલાઇનમાં છે. આ ટ્રેનોમાં માત્ર ઓપરેશનલ સ્ટોપેજ હશે. આ સિવાય આ ટ્રેનો રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ પછી 100 દિવસ સુધી અલગ-અલગ શહેરોમાંથી દોડશે.