નેશનલ

વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે અને ચૂંટણી પાંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

રાજધાની દિલ્હીની સત્તા કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓ આકરો જંગ ખેલી રહી છે. આપ, ભાજપ અને કોંગ્રેસ ત્રણે પાર્ટીઓ ચૂંટણીના મેદાનમાં આયુધોથી સજ્જ થઈને જંગ ખેલવા તૈયાર છે. આ દરમિયાન જ અરવિંદ કેજરીવાલે એક નવો જ પાસો ફેંકીને જાટ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે OBC કાર્ડનો દાવ ખેલ્યો છે.

AAPનું ઓબીસી કાર્ડ

ભાજપ અને આપ બંને જાટ વોટબેંકને પોતાની તરફ ખેંચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. એક સમયે જાટ મત માત્ર ભાજપને ફળતા હતા પરંતુ છેલ્લી ચૂંટણીઓમાં ઘણી બેઠકો પર મતોનું વિભાજન થયું છે.

આપણ વાંચો: Delhi વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ

દિલ્હીમાં જાટ સમુદાયનું મજબૂત સામાજિક અને રાજકીય પ્રભુત્વ અને મહત્વ રહેલું છે. દિલ્હી ચૂંટણીના પરિણામો પર પણ જાટ સમુદાયની વોટ બેંકની ખૂબ જ અસર જોવા મળે છે. આ માટે હવે અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારની OBC યાદીમાં દિલ્હીના જાટનો સમાવેશ કરવાની માંગ કરીને ભાજપ પર મોટો હુમલો કર્યો છે.

જાટોને ભાજપે કર્યો અન્યાય

અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું, ‘છેલ્લા 10 વર્ષથી વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ દ્વારા દિલ્હીના જાટ સમુદાયને દગો આપવામાં આવ્યો છે. દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્ર સરકારની કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે સંસ્થામાં અનામત મળતું નથી. વડાપ્રધાન અને ગૃહમંત્રીને ચૂંટણી પહેલા જ દિલ્હીના જાટો યાદ આવે છે.

આ કારણોથી જાટ ફેક્ટર છે મહત્વનું

આપણ વાંચો: અરવિંદ કેજરીવાલે કર્યું સીએમ પદ પરથી રાજીનામુ આપવાનું એલાન

દિલ્હીમાં 10 ટકા જાટ મતદારો

દિલ્હીમાં જાટ મતદારોનું ગણિત પણ ખૂબ જ મહત્વનું બની રહી છે. લગભગ 10 ટકા જાટ મતદારો છે, આ ઉપરાંત દિલ્હીની અનેક ગ્રામીણ મતવિસ્તારો/બેઠકો પર જાટ સમુદાય નિર્ણાયક ભૂમિકામાં છે. આ બેઠકો પર હાર-જીતનું નિર્ધારણ જાટ સમુદાયના મતદારો પર આધાર રાખે છે.

8 બેઠકો પર જાટ સમુદાયનું પ્રભુત્વ

દિલ્હીની 8 બેઠકો પર જાટ સમુદાયનું પ્રભુત્વ છે. જે પૈકીની 5 બેઠકો પર હાલમાં આમ આદમી પાર્ટીનો કબજો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ત્રણ બેઠકો પર જીત મેળવી હતી. જો કે ભાજપ સતત જાટ મતદારોને પોતાની વોટબેંક બનાવવા માટેના પ્રયત્નો કરતું રહ્યું છે. જેમાં ઘણા અંશે દિલ્હીની ચૂંટણીમાં ભાજપને જાટ મતદારોનો ટેકો પણ મળ્યો છે.

જાતિગત સમીકરણો છે મહત્વના

દિલ્હી ચૂંટણીમાં અસર કરનારા અન્ય પરિબળોની સરખામણીએ જાતિ અને ધાર્મિક સમીકરણોનું પોતાનું આગવું રાજકીય મહત્વ છે. ધાર્મિક આધાર પર દ્રષ્ટિપાત કરીએ તો કુલ મતદારોમાંથી 81 ટકા મતદારો હિન્દુ સમુદાયના છે. જોકે આ હિન્દુ સમુદાયના મતોમાં જાતિગત સમૂહનો એક અલગ હિસ્સો છે. પણ હિન્દુ મતદારોમાં જાટ સમુદાયનો સૌથી વધુ પ્રભાવ છે.

આપણ વાંચો: અરવિંદ કેજરીવાલે આ કારણોને આગળ ધરીને વચગાળાના જામીનમાં માંગ્યો આટલા દિવસનો વધારો ….

જાટ સમુદાય એક સંગઠિત વોટ બેંક

વળી જાટ સમુદાયનું રાજકીય મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે તે એક સંગઠિત વોટ બેંક તરીકે કાર્ય કરે છે. એટલે કે જાટ સમુદાય પોતાની રાજકીય શક્તિને સમજે છે અને તે માટે તેઓ એકમત થઈને મતદાન કરે છે. જેનાથી તેની સામૂહિક શક્તિ પણ વધી જાય છે. જ્યારે જાટ સમુદાય એક થઈને કોઈ પક્ષની તરફેણમાં મતદાન કરે છે, ત્યારે તે ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

ગામડાઓમાં જાટ મતદારોનું પ્રભુત્વ

દિલ્હીના લગભગ 60 ટકા ગામડાઓમાં જાટ મતદારો પ્રભુત્વ ધરાવે છે. દિલ્હીના ગ્રામીણ વિસ્તારોની બેઠકો પર જીત અને હારનો નિર્ણય જાટ મતદારોના શિરે છે. ભારતીય જનતા પાર્ટી વતી, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સિંહ વર્માને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ પ્રવેશ સાહેબ સિંહ વર્મા દ્વારા જાટ મતદારોને પોતાની તરફ ખેંચવા માંગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button