
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ, ફાયરિંગ, ત્રણ ઘાયલ
ચંડીગઢ/લુધિયાણાઃ પંજાબમાં આમ આદમી પાર્ટી અન્ય કોઈ પાર્ટીને પગપેસારો કરવા દે તેવું લાગતું નથી. કારણ કે, પંજાબમાં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. કુલ 347 બેઠક પરથી 218 બેઠક અને વોર્ડ સમિતિની 2,838 બેઠકમાંથી 1531 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)ની જીત થઈ તો કોંગ્રેસ આપ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપ પર તો વોટ ચોરીનો આરોપ લગાવતા આવ્યાં છે, જ્યારે આ જ આરોપ હવે આમ આદમી પાર્ટી પર પણ લગાવી રહ્યાં છે. દરમિયાન આમ આદમી પાર્ટીની જીત લોહિયાળ બની છે. આમ આદમી પાર્ટીની જીતનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. બંને જૂથના કાર્યકર્તાઓની વચ્ચે મારપીટ અને ફાયરિંગમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજા પહોંચી છે. આ ઘટના લુધિયાણાના ગિલ વિસ્તારના બચિત્તર નગરમાં બની છે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી છે, જ્યારે તપાસ પણ હાથ ધરી છે. અહીંની હિંસામાં ગુરુમુખ સિંહ, રવિન્દ્ર સિંહ અને મનદીપ સિંહ નામે ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા છે, જ્યારે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મુદ્દે કેજરીવાલે શું કહ્યું?
કોંગ્રેસના વોટ ચોરીના આરોપ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય પ્રમુખ અરવિંદ કેજરીવાલે વળતો જવાબ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોંગ્રેસ અનેક બેઠકો પર માત્ર 3 થી 5 મતોથી જીતી છે. જો અમે ઇચ્છતા હોત તો ત્યાં પણ એસડીએમને બોલાવીને સ્થિતિમાં ફેરફાર કરાવીને જીતી શક્યાં હોત! નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીનો આનાથી શ્રેષ્ટ પુરાવો કયો હોઈ શકે? કોંગ્રેસના આક્ષેપો પર આમ આદમી પાર્ટીને ચોખ્ખો જવાબ આપી દીધો છે.
કોંગ્રેસને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આપ્યો જવાબ
વોટ ચોરીના આરોપ મામલે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ જવાબ આપ્યો છે. કહ્યું કે, કોંગ્રેસે ‘મેરી ધુરી બેઠક’ પરથી બ્લોક કમિટી સીટ ધુરા પર 9 વોટથી જીત મેળવી છે. આ સાથે અનેક બેઠકો તો માત્ર 9, 10, 13, 30 અને 92 મતોથી જીતી છે. વિરોધીઓને (કોંગ્રેસ) બેલેટ પેપર પર શાહી ફેલાવવા જેવા આરોપો લગાવ્યા છે. ચરણજીત સિંહ ચન્નીએ સૌથી વધુ આરોપ લગાવ્યા છે. એક અંધ વ્યક્તિ બધું જ લીલું જ દેખાય છે તેવો પણ વાક્ પ્રહાર મુખ્ય પ્રધાન ભગવંત માને કર્યો છે.
જિલ્લા પરિષદ અને બ્લોક પરિષદમાં કોને કેટલી બેઠક મળી?
પરિણામની વાત કરવામાં આવે તો, કુલ 347 જિલ્લા પરિષદ બેઠકોમાં આમ આદમી પાર્ટીને 218 બેઠકો, કોંગ્રેસને 62 બેઠકો, અકાળી દળને 46 બેઠકો, ભાજપને 7 બેઠકો અને અન્યને 13 બેઠકો મળી છે. કુલ 346 બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ પણ કઈ ખાસ પ્રદર્શન કરી શક્યું નથી. ભાજપને પોતાના જ એક કામમાં તો માત્ર એક જ મત મળ્યો હતો. બ્લોક સમિતિની 2838 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 1531 બેઠકો, કોંગ્રેસને 612 બેઠકો, અકાળી દળને 445 બેઠકો, ભાજપને 73 બેઠકો અને અન્યને 172 બેઠકો મળી છે. બ્લોસ સમિતિમાં 2838 બેઠકોમાંથી કુલ 2833 બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.



