નેશનલ

પંકજ ત્રિપાઠીના ‘હું મૂર્ખ નથી’ વીડિયો શેર કરીને AAP ફસાઈ, જાણો શું છે મામલો

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી (delhi assembly election) પહેલા આમ આદમી પાર્ટી (aam aadmi party) અને ભારતીય જનતા પાર્ટીએ (BJP) વચ્ચે રૉચક જંગ જામી રહ્યો છે. સડકથી લઈ સોશિયલ મીડિયા સુધી બંને પાર્ટીઓ એકબીજાને ઘેરવામાં કોઈ કસર છોડી રહી નથી. આવા જ એક પ્રયાસમાં આપ ખુદ ઘેરાઈ છે. પાર્ટી પર અભિનેતા પંકજ ત્રિપાઠીના એક વીડિયો સાથે છેડછાડ કરવાનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાં જ યૂઝર્સે આપને ટ્રોલ કરી હતી, જ્યારે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો.

ઑનલાઇન ઠગાઇથી (Online Fraud) બચાવવા માટે એનપીસીઆઈ (NPCI) દ્વારા એક કેમ્પેન હું મૂર્ખ નથી શરૂ કરવામાં આવ્યું છે. જાહેરખબરમાં અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) લોકોને યૂપીઆઈ પેમેન્ટમાં (UPI Payment) છેતરપિંડીથી સાવધાન કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુરુવારે તેના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો અને અવાજમાં છેડછાડ કરીને ભાજપ વિરુદ્ધ બનાવવામાં આવી છે. જેના પરથી પંકજ ત્રિપાઠી લોકોને ભાજપથી બચીને રહેવાની સલાહ આપતા હોય તેમ લાગે છે.

જૂઓ અસલી વીડિયો

સોશિયલ મીડિયા યૂઝર્સ વીડિયો સાથે થયેલી છેડછાડને ઓળખી ગયા હતા. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું, ‘આપ’ આ પ્રકારની છેતરપિંડીથી બચીને રહેજો. અનેક લોકોએ પંકજ ત્રિપાઠીને ટેગ કરીને કાનૂની કાર્યવાહી કરવા લખ્યું હતું. દિલ્હી ભાજપ અને તેના નેતાએ પણ પલટવાર કર્યો હતો. જોકે ટ્રોલ થતાં જ આમ આદમી પાર્ટીએ તેને સોશિયલ મીડિયા હેન્ડલ પરથી દૂર કરી હતી. જોકે પાટીના અનેક પેજ અને સમર્થક હજુ પણ તેને શેર કરી રહ્યા છે.


Also read: શોભિતા ધૂલીપાલા સાથે આજે પ્રભુતામાં પગલાં માંડશે નાગા ચૈતન્ય,અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણ સુધીના આ સ્ટાર્સ સામેલ થશે.


ભાજપે અસલી અને નકલી વીડિયો શેર કરતાં લખ્યું, ચૂંટણી આવતાં જ ફર્જીવાડાનું અલગ સ્તર જોવા મળે છે. 10 વર્ષમાં દિલ્હી માટે જે કંઈ ન કરી શક્યા તેમની પાસે ડીપ ફેક વીડિયોનો જ સહારો છે. દિલ્હીને ચાંદ-તારા તોડવાના સપના વેચનારા ફર્જીવાલે દિલ્હીને નર્ક બનાવી દીધું છે. તેમની પાસે આવા મુદ્દા પર કોઈ જવાબ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button