આપ નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કર્યો...

આપ નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કર્યો…

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સિનીયર નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. જેમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર કેસમાં કોઈ પુરાવા ન મળતાં સીબીઆઈએ કેસ બંધ કરી દીધો છે. જેની બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમજ કહ્યું છે કે આ લોકતંત્રમાં સત્તાના દુરઉપયોગનું મોટું ઉદાહરણ છે.

એજન્સીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ
આ અંગે આમ આદમી પાર્ટીએ કહ્યું કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો, ન કોઈ વ્યકિતગત લાભ અને ના કોઈ ષડયંત્ર થયું છે. આ ચુકાદો ન માત્ર સત્યેન્દ્ર જૈન ની જીત છે. તેમજ ભાજપની કેન્દ્ર સરકાર કઈ હદ સુધી તપાસ એજન્સીનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે.

સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો હતો
આમ આદમી પાર્ટીએ કહ્યું કે વર્ષ 2019માં એક એફઆઈઆર મુદ્દે સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમાયો હતો. સરકારી એજન્સીઓએ તેને મીડિયા ટ્રાયલ બનાવી દીધી હતી. જેના થકી આમ આદમી પાર્ટીની છબી બગડી શકે. તેમજ સત્યેન્દ્ર જૈનને બદનામ કરી શકે. પરંતુ ચાર વર્ષ ચાલેલી સીબીઆઈ તપાસ અને લાંબી કાનૂની લડાઈમાં અનેક દસ્તાવેજોની તપાસ બાદ આ ચુકાદો આવ્યો છે.

સત્યેન્દ્ર જૈનને રાજકીય કારણોસર હેરાન કરવામાં આવ્યા
આમ આદમી પાર્ટીએ કહ્યું કે, સીબીઆઈએ આજે કોર્ટના ક્લોઝર રિપોર્ટમાં સ્વીકાર્યું હતું કે કોઈ ભ્રષ્ટાચાર નથી થયો. ત્યારે સવાલ એ થાય છે કે શું તપાસ એજન્સીઓ માફી માંગશે. એજન્સી માનસે કે સત્યેન્દ્ર જૈનને રાજકીય કારણોસર
હેરાન કરવામાં આવ્યા છે. આ કેસમાં કોઈ જવાબદારી નક્કી થશે.

આ પણ વાંચો…AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI કરશે તપાસ, જાણો શું છે મામલો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button