AAPના આ ત્રણેય નેતાઓ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા, જેમાંથી એક નેતા તો જેલમાં….
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભાના ત્રણ ઉમેદવારો સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને નારાયણ દાસ ગુપ્તા આ ત્રણેયને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. AAPના આ ત્રણેય નેતાઓ આજે તેમની જીત થઈ છે એવું સર્ટિફિકેટ લેવા માટે રિટર્નિંગ ઓફિસરની ઓફિસે જવા રવાના થશે. જો કે હાલમાં સંજય સિંહ જેલમાં છે પરંતુ તે પણ કોર્ટની પરવાનગી લઈને તેમનું પ્રમાણપત્ર લેવા જશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની ત્રણ રાજ્યસભા સીટો માટે 19 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારો સંજય સિંહ, સ્વાતિ માલીવાલ અને N.D. ગુપ્તાએ સોમવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં સંજય સિંહ, સુશીલ કુમાર ગુપ્તા અને એન.ડી. ગુપ્તાનો છ વર્ષનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ પૂરો થવાનો છે ત્યારે આ વખતે AAPએ સુશીલ ગુપ્તાની જગ્યાએ દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ માલીવાલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
જેલમાં બંધ સંજય સિંહ પોલીસકર્મીઓની સુરક્ષામાં જેલ વાનમાં ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા. વાનમાંથી નીચે ઉતરતી વખતે સંજય સિંહે ત્યાં હાજર લોકોને અભિવાદન આપ્યું હતું. AAP નેતાના સમર્થકોએ ‘સંજય સિંહ ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. આ ઉપરાંત ત્યાં ઉપસ્થિત લોકોએ જેલની તાળા તોડી નાખીને સંજય સિંહને મુક્ત કરવામાં આવશે. એવા પણ નારા લગાવ્યા હતા.
નોંધનીય છે કે સંજય સિંહ સિવાય દિલ્હીના રાજ્યસભા સાંસદ સુશીલ કુમાર ગુપ્તા અને નારાયણ દાસ ગુપ્તા રાજ્યસભાના સભ્ય છે. જેમાં નારાયણ દાસ ગુપ્તા અને સંજયને ફરી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમજ સુશીલ કુમાર ગુપ્તાના સ્થાને સ્વાતિ માલીવાલને રાજ્યસભામાં લેવામાં આવ્યા છે. તે દેશની જાણીતા કાર્યકર છે અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ છે. સ્વાતિ માલીવાલ મહિલાઓના અધિકારો અને સામાજિક મુદ્દાઓને ખૂબજ મજબૂત રીતે ઉઠાવી રહી છે. સ્વાતિ માલીવાલને વર્ષ 2015માં દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.