નેશનલ

પંજાબમાં વધુ એક AAP નેતાની હત્યા: જલંધરમાં ગુરુદ્વારા બહાર ધોળા દિવસે ગોળીઓ ધરબી

જલંધર: પંજાબમાં વધતી ગુનાખોરીના અહેવાલો વચ્ચે જલંધરમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા લકી ઓબેરોયની ઘોળા દિવસે જાહેરમાં ગોળીને હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. મોટરસાયકલ સવાર અજાણ્યા હુમલાખોરોએ આજે સવારે ગુરુદ્વારાની બહાર ગોળીબાર કર્યો હતો, હત્યાને અંજામ આપીને હુમલાખોરો ફરાર થઇ ગયા હતાં.

અહેવાલ મુજબ જલંધરમાંના મોડેલ ટાઉનમાં આવેલા ગુરુદ્વારાની બહાર આ ઘટના બની હતી. AAP ના નેતા લકી ઓબેરોય તેમની કાર પાર્ક કરી રહ્યા હતાં, હુમલાખોરો મોટરસાયકલ પર આવ્યા અને ગોળીબાર કરીને નાસી ગયા. તેમને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

અહેવાલ મુજબ 8થી 10 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, લકી ઓબેરોયને પાંચ ગોળીઓ વાગી હતી. આ ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં. સ્થાનિક પોલીસની ટીમે ઘટનાની તપાસ શરુ કરી છે.

માન સરકાર પર સવાલો:
ઘોળા દિવસે આ ઘટનાબનતા પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી.

બાજવાએ X પરની એક પોસ્ટમાં લખ્યું, “ભગવંત માનની આગેવાની હેઠળ પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. જલંધરમાં ગુરુદ્વારાની બહાર પંજાબ AAPના નેતા લકી ઓબેરોયની ધોળા દિવસે થયેલી આઘાતજનક હત્યા, ગંભીર વાસ્તવિકતા દર્શાવે છે, જો શાસક પક્ષના નેતાઓ પણ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકો માટે શું આશા રાખી શકે?”

આ હત્યાની ઘટના બાદ ભાજપે પણ રાજ્યની આપ સરકારની ટીકા કરી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ X પર પોસ્ટ કરીને કહ્યું કે “પંજાબમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.”

એક મહિના પણ બની હતી આવી જ ઘટના:
નોંધનીય છે કે 4 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં AAP નેતા જર્મલ સિંહની એક લગ્ન સમારંભમાં લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે અજાણ્યા હુમલાખોરોએ તેમની પાસે આવીને માથામાં ગોળી મારી હતી.

આપણ વાંચો:  ઘરમાં સતત અનુભવાય છે આર્થિક તંગી? શુક્રવારના દિવસે કરી લો આ ખાસ કામ, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button