દિલ્લીનાં મુખ્યપ્રધાન પર હુમલાના સીસીટીવી ફૂટેજ કેમ છૂપાવવામાં આવી રહ્યા છે? AAPના આક્ષેપ

દિલ્હી: મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર તેમના નિવાસ સ્થાને થયેલા હુમલા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ હુમલાને આમ આદમી પાર્ટી(AAP) નું કાવતરું ગણાવી રહી છે, જ્યારે AAP ભાજપ પર હુમલાની માહિતી છુપાવવાનો આરોપ લગાવી રહી છે. હુમલાના સીસીટીવી ફૂટેજ જાહેર ન કરવા બદલ AAP નેતા સૌરભ ભારદ્વાજે દેલ્હી પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે.
સૌરભ ભારદ્વાજે પ્રશ્ન ઉઠાવ્યા કે પોલીસ રક્ષણાત્મક વલણ કેમ અપનાવી રહી છે અને હુમલાના સીસીટીવી ફૂટેજ લોકોથી કેમ છુપાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અગાઉ અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો, પરંતુ એ સમયે પોલીસે જાણી જોઈને બેદરકારી દાખવી હતી.
સૌરભ ભારદ્વાજે કહ્યું, “અગાઉ પણ અમારા પક્ષના વડા અરવિંદ કેજરીવાલ હુમલો કરવામાં આવ્યો હતો, તે સમયે હુમલાઓના ફૂટેજ જાહેર કરવામાં આવ્યા હતા અને તેને દરેક જગ્યાએ સ્ટ્રીમ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર થયેલા તાજેતરના હુમલાના કોઈ ફૂટેજ અમને અત્યાર સુધી જોવા મળ્યા નથી.”
તેમણે કહ્યું, “પોલીસનું કામ હતું કે આવા ગંભીર હુમલા બાદ ‘હત્યાનો પ્રયાસ’નો કેસ નોંધે અને આરોપીઓને કસ્ટડીમાં લઈને તપાસ કરે અને એવું કરવામાં આવ્યું. પરંતુ કમનસીબે, અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલાના કેસને જાણી જોઈને નબળો પાડવામાં આવ્યો હતો, સુરક્ષા ઢીલી રાખવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું કે દિલ્હીના લોકો ગુસ્સામાં છે.”
સૌરભ ભારદ્વાજે કે રેખા ગુપ્તા પર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા માંગ કરી, જેથી સ્પષ્ટ થશે કે સુરક્ષામાં કોઈ ઢીલ નહોતી અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવી શકાય છે.
આપણ વાંચો: 2800 કરોડનો સેમીકંડક્ટર પ્લાન્ટ તેલંગાણાથી ગુજરાત આવતાં રાજકીય ઘમાસાણ