
નવી દિલ્હી: લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતના ફૂલેરા ગામમાં સરપંચ મંજુ દેવી હોવા છતાં તેના પતિ બ્રિજ ભૂષણ દુબે ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવતા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, હકીકતમાં પણ ઘણાં ગામોમાં આવું જોવા મળતું હોય છે.
એવામાં દિલ્હી આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્ય પ્રધાન હોવા છતાં તેમના પતિ મનીષ ગુપ્તા (Manisha Gupta) સરકાર ચલાવી રહ્યા છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હી સરકારને ફૂલેરા સાથે સરખાવી.
તાજેતરમાં દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાની સરકારી અધિકારીઓ સાથેની બેઠકના ફોટો વાયરલ થયા હતાં. આ બેઠકમાં રેખા ગુપ્તાના પતિ રેખા ગુપ્તા પણ બેઠેલા જોવા મળે છે.
રેખા ગુપ્તાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો શેર કરવામાં આવ્યા હતાં. દિલ્હી આપના પ્રભારી સૌરભ ભારદ્વાજે X પર એક પોસ્ટમાં આ ફોટા શેર કર્યા છે અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા.
દિલ્હી બન્યું ફૂલેરા!
સરકારી બેઠકમાં મુખ્ય પ્રધાનના પતિની હાજરીને AAPએ ગેરબંધારણીય અને ભત્રીજાવાદનું ઉદાહરણ ગણાવ્યું હતું. દિલ્હી આપના પ્રભારી સૌરભ ભારદ્વાજે લખ્યું, “દિલ્હી સરકાર ફૂલેરા પંચાયત બની ગઈ છે. જેમ મહિલા સરપંચના પતિ ફુલેરા પંચાયતમાં સરપંચ તરીકે કામ કરતા હતા.
તેવી જ રીતે આજે દિલ્હીમાં મુખ્ય પ્રધાનના પતિ સરકારી બેઠકોમાં હાજરી આપે છે. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. દેશની રાજધાનીમાં લોકશાહી અને બંધારણીય વ્યવસ્થાની મજાક ઉડાવવામાં આવી રહી છે. ભાઈ-ભત્રીજાવાદના મુદ્દા પર કોંગ્રેસનો ગાળો આપતી ભાજપ જણાવે કે આ આ ભાઈ-ભત્રીજાવાદ નથી તો શું છે?”
અગાઉ પણ આપ આરોપ લગાવી ચુકી છે કે મનીષ ગુપ્તા પડદાની પાછળ રહીને સરકાર ચલાવી રહ્યા છે. આપના આવા દાવાને ભાજપ સતત ફગાવતી રહી છે. આપના હાલના આરોપો અંગે ભાજપે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો…હુમલા બાદ સીએમ રેખા ગુપ્તાએ આપી પહેલી પ્રતિક્રિયા! એક્સ પર કરી આવી પોસ્ટ