AAPનો દાવો તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ વધ્યું, જેલ તંત્રે કર્યો ઈન્કાર
શરાબ પોલીસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અપડેટ અંગે AAPના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમનું શુગર લેવલ વધી ગયું છે. મુખ્યમંત્રી કેજરીવાલનું શુગર લેવલ ખરાબ થઈ ગયું છે. જો સૂત્રોનું માનીએ તો, સીએમ અરવિંદ કેજરીવાલના હેલ્થ બુલેટિનમાં, ફાસ્ટિંગ બ્લડ સુગર 160 જણાવવામાં આવ્યું હતું, જ્યારે સામાન્ય રીતે તે 70 થી 100 ની વચ્ચે હોવું જોઈએ.
ઉલ્લેખનિય છે કે 1 એપ્રિલ, 2024ના રોજ સીએમ અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તે હાલ તિહાર જેલની બેરેક નંબર 2માં છે. CM કેજરીવાલ 15 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે.
જોકે, તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ અરવિંદ કેજરીવાલનું વજન એક કિલો વધી ગયું છે. આ ઉપરાંત સુગર લેવલ પણ જળવાઈ રહ્યું છે. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 એપ્રિલે જેલમાં ગયા હતા ત્યારે મેડિકલ તપાસ દરમિયાન તેમનું વજન 65 કિલો હતું અને 7 એપ્રિલે તેમનું વજન 66 કિલો હતું. તે ઉપરાંત, સુગર લેવલ પણ સારી રીતે મેઈન્ટેઈન છે અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવવાની માંગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ
ઉલ્લેખનિય છે કે, દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની વિનંતી પર જેલ નિયમોની નકલ આપવામાં આવી છે, સમાચાર એજન્સીના સૂત્રોએ આ માહિતી આપી છે. આ વાતની પુષ્ટિ કરતા તિહાર જેલના એક અધિકારીએ જણાવ્યું કે જેલની લાઈબ્રેરીમાં ઉપલબ્ધ કોઈપણ પુસ્તક કોઈપણ કેદી વાંચી શકે છે. સીએમ કેજરીવાલે જેલ સત્તાવાળાઓ પાસેથી ત્રણ પુસ્તકો- રામાયણ, મહાભારત અને ‘પ્રાઈમ મિનિસ્ટર ડિસાઈડ’ની માંગણી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તિહાર જેલમાં બંધ કેજરીવાલ અને અન્ય આમ આદમી પાર્ટી (AAP) નેતાઓને પણ તેમના સેલમાં મચ્છરદાની આપવામાં આવી છે. એક અધિકારીએ કહ્યું કે જોગવાઈઓ અનુસાર, કેદીઓને તેમની જેલમાં મચ્છરદાની આપી શકાય છે.