નેશનલ

Arvind Kejriwal નો પીએમ મોદી પર વળતો પ્રહાર, કહી આ વાત

નવી દિલ્હી: દિલ્હીમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે. જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સભાને સંબોધિત કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.

જેમાં તેમણે સત્તાધારી આમ આદમી પાર્ટી અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)આડે હાથે લીધા હતા. જેના જવાબમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીના નાગરિકો માટે ભાજપ પાસે ન તો કોઈ ચહેરો છે કે ન કોઈ એજન્ડા.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ દિલ્હીની જનતા દ્વારા પ્રચંડ બહુમતીથી ચૂંટાયેલી સરકારનો દુરુપયોગ કર્યો છે. જો ભાજપે પાંચ હજાર મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવ્યા હોત તો કોઈ આમ આદમી પાર્ટીને ના પૂછત

વર્ષ 2015માં દિલ્હીની જનતાએ બે સરકારોને પસંદ કરી હતી

આપણ વાંચો: Delhi વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “આજે પીએમ મોદી દિલ્હી આવ્યા હતા. તેમણે 43 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં તેઓ મોટાભાગે અમને અને દિલ્હીની જનતાને અપશબ્દો બોલ્યા. વર્ષ 2015માં દિલ્હીની જનતાએ બે સરકારોને પસંદ કરી હતી.

જેમાં કેટલાક કામો દિલ્હી સરકાર પાસે હતા અને બીજા કામો આપ સરકાર પાસે હતા. કેન્દ્રમાં ભાજપ અને દિલ્હીમાં આપ સરકાર બની. જેમાં 10 વર્ષમાં અમે એટલા કામ કર્યા કે જો ગણતરી કરવા બેસીએ એક કલાકનો સમય જતો રહે. તેમજ જે ભાજપ સરકાર બની તેણે કોઇ એવા કામ નથી કર્યા જે 43 મિનિટમાં ભાષણમાં કહી શકાય. તેથી આજે દિલ્હીવાળાને માત્ર અપશબ્દો બોલીને ગયા.

પાંચ વર્ષમાં માત્ર 4700 ઘરો જ બન્યા

આપના સંયોજક અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “ભાજપે તેના મેનિફેસ્ટોમાં મોટા મોટા વચનો આપ્યા હતા. અહીં ચાર લાખ ઝૂંપડપટ્ટીઓ છે અને પાંચ વર્ષમાં માત્ર 4700 ઘરો જ બન્યા છે.

આનો અર્થ એ કે તેને 200 વર્ષ લાગશે. પીએમએ વચન આપ્યું હતું હું પાકા મકાન આપીશ. પરંતુ ઝૂંપડા તોડવી નાંખી. તેમના નેતાઓ ઝૂંપડપટ્ટીમાં સૂવા જાય છે અને આગામી દિવસે ઝૂંપડા તોડી નાંખવામાં આવે છે. ભાજપ વર્ષ 2030 સુધીમાં તમામ ઝૂંપડપટ્ટી તોડાવી નાંખશે.

આપણ વાંચો: Delhi Assembly election: કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે અરવિંદ કેજરીવાલનો જવાબ

પાંચ વર્ષમાં દિલ્હીમાં 530 મોહલ્લા ક્લિનિક્સ બનાવ્યા

આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, મેં પાંચ વર્ષમાં દિલ્હીમાં 530 મોહલ્લા ક્લિનિક્સ બનાવ્યા. જો પ્રધાન મંત્રી 5000 મોહલ્લા ક્લિનિક્સ બનાવ્યા હોત તો દિલ્હીમાં તેમની પ્રશંસા થઈ હોત. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલને કોઈ સવાલ કરતું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button