ટોપ ન્યૂઝનેશનલ

‘આધારની માહિતી વ્યક્તિગત, પત્ની ન મેળવી શકે’ કર્ણાટક હાઈકોર્ટેનો ચુકાદો

બેંગલુરુ: શું કોઈ વ્યક્તિને તેના જીવનસાથીના આધાર કાર્ડ (AADHAR)ની માહિતી મેળવવાનો અધિકાર છે? કર્ણાટક હાઈકોર્ટે એક આ અંગેની અરજીની સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું કે પત્ની લગ્નના આધારે પતિના આધાર વિશે એકતરફી માહિતી મેળવી શકે નહીં. કોર્ટે કહ્યું કે કે લગ્ન પ્રાઈવસીના અધિકારને અસર કરતા નથી.

કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે સ્ત્રી માત્ર વૈવાહિક સંબંધોના આધારે તેના પતિના આધાર ડેટા મેળવી શકે નહીં. જસ્ટિસ એસ સુનીલ દત્ત યાદવ અને વિજયકુમાર એ પાટીલની બેન્ચે જણાવ્યું હતું કે લગ્ન આધાર કાર્ડધારકના પ્રાઈવસીના અધિકારને અસર કરતા નથી. અને નિયત પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

કર્ણાટક હાઈકોર્ટે નિર્ણય હુબલીની એક મહિલાની અરજીના જવાબમાં આવ્યો હતો, જેણે ડિવોર્સ વખતે પતિનો આધાર નંબર નોંધણીની વિગતો અને ફોન નંબર માંગ્યો હતો. મહિલાએ તેની સામે ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશને લાગુ કરવામાં મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. મહિલાએ કહ્યું કે તેના પતિના ઠેકાણા વિશે માહિતીના અભાવને કારણે તે ફેમિલી કોર્ટ દ્વારા તેની સામે આપેલા આદેશનો અમલ કરી શકી નથી. તે આ અંગે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) પાસે પણ ગઈ હતી.

25 ફેબ્રુઆરી, 2021ના રોજ, UIDAIએ તેની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ માટે હાઈકોર્ટના આદેશ સહિત ઘણી બાબતોની જરૂર પડશે. આ પછી તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે લગ્ન જીવનસાથીની માહિતીની ઍક્સેસને ન્યાયી ઠેરવે છે.

જસ્ટિસ એસ. સુનીલ દત્ત યાદવ અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે, ‘લગ્ન એ બે લોકો વચ્ચેનો સંબંધ છે, જે ગોપનીયતાના અધિકારને અસર કરતો નથી. આ વ્યક્તિનો વ્યક્તિગત અધિકાર છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button