એક મહિલાએ 6 મહિનાની દીકરી છાતીએ વળગાડીને 16માં માળેથી કૂદકો માર્યો….

ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના બની જે સાંભળીને કોઈપણના રુવાડાં ઊઙા થઈ જાય. ગ્રેટર નોઈડામાં એક માતાએ પોતાના ચાર વર્ષના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો. અને બીજા જ દિવસે મહિલા પોતાની છ મહિનાની બાળકીને છાતીએ વળગાડીને બહુમાળી ઈમારતના 16મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો.
આ દુ:ખદ ઘટના 10 જાન્યુઆરીના રોજ ગ્રેટર નોઈડાના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં બની હતી. અહીં સારિકા નામની મહિલાએ પોતાની 6 મહિનાની દીકરીને પોતાની છાતીએ વળગાળીને લઈને બિલ્ડિંગના 16મા માળેથી બાલ્કનીમાંથી કૂદી પડી હતી. માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરિવારજનોને આ વાતની જાણ થતાં જ સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાથી પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ ખૂબજ રડી રહ્યા છે. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે મહિલાને ચાર વર્ષનો પુત્ર પણ છે. મંગળવારે તેમનો જન્મદિવસ હતો. મહિલાએ તેના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો. બીજા જ દિવસે મહિલાએ આપઘાત કર્યો હતો. પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જો કે આપઘાતનું કારણ હજુ સામે આવ્યું નથી.
જ્યારે પોલીસે મૃતક મહિલા સારિકાના પરિવારજનો સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે સારિકાના લગ્ન વર્ષ 2021માં થયા હતા. અને પુત્રીના જન્મ બાદ તે બીમાર રહેતી હતી. તેમજ તે ગંભીર ડિપ્રેશનનો શિકાર પણ બની હતી. જો કે તેની સારવાર હાલમાં ચાલુ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.