ખુલ્લમ ખુલ્લા પ્યાર કરતા પાડોશીથી પરેશાન મહિલા પહોંચી પોલીસ સ્ટેશને

બેંગલોરઃ પ્રેમ કરવો, પ્રેમને અભિવ્યક્ત કરવો ગુનો નથી, પરંતુ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રમાણે કપલ શારીરિક ચેષ્ટાઓ જ્યારે જાહેરમાં કરે ત્યારે સામેની વ્યક્તિ ક્ષોભ અનુભવે છે. જાહેર સ્થળો પર યુવાન છોકરા-છોકરીઓની આવી હરકતો હવ સામાન્ય થી ગઈ છે, પણ આપણી માનસિકતા પ્રમાણે આ જાહેરમાં ન થાય તે સભ્ય સમાજ માટે સારું છે.
જોકે બેગલુરુમાં તો એક પરિણિત કપલની પ્રેણયચેષ્ટાઓ એક મહિલા માટે એટલી મોટી સમસ્યા બની ગઈ અને તેણે પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે કે મારા ઘરની બારીમાંથી સામેના ફ્લેટનો બેડરૂમ દેખાય છે. અહીં રહેતું કપલ સેક્સ કરે છે ત્યારે બારી ખુલ્લી રાખે છે આથી મારે મારા ઘરમાં રહેવાનું ભારે પડી ગયું છે. ફરિયાદી મહિલાની ફરિયાદ છે કે તેના નવા પરિણીત પડોશીઓ તેમના બેડરૂમની બારી ખોલીને સેક્સ માણે છે.
એક 44 વર્ષની મહિલાએ તેના પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના ઘરની બાજુમાં તેમના પાડોશીઓનો બેડરૂમ છે. નવપરિણીત કપલ સેક્સ કરતી વખતે તેમના બેડરૂમની બારી ખુલ્લી રાખે છે, તેથી કેટલીકવાર અંદરનો નજારો સ્પષ્ટ દેખાય છે. બેડરૂમમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી કરતા તમામ ખાનગી વાતચીત અને અવાજો પણ સાંભળી શકાય છે.
મહિલાનો આરોપ છે કે દંપતીએ અંગત પળો દરમિયાન જાણીજોઈને પોતાની બારી ખુલ્લી રાખે છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તેને બારીઓ બંધ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મહિલા સામે પણ તેમણે ગંદા ચેનચાળા કર્યા હતા. તેમણે ફરિયાદીને બળાત્કાર અને હત્યા કરવાની ધમકી પણ આપી હતી. તેમણે ફરિયાદી અને તેના પરિવારના સભ્યો સાથે પણ ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ કરી છે.
ફરિયાદી મહિલાએ દંપતીના ઘરના માલિક પર એવો પણ આરોપ લગાવ્યો કે તે તેને ટેકો આપે છે અને જો તેણી ફરિયાદ કરે તો તેને ધમકાવવાનું શરૂ કરે છે.
ફરિયાદી મહિલાએ પાડોશીના મકાનમાલિક અને ભાડૂઆત વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલાએ પોલીસને હસ્તક્ષેપ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી છે. તે કહે છે કે પડોશીઓના કારણે તેના ઘરની શાંતિ ડહોળાઈ છે.
આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 504, 506, 509 અને 34 હેઠળ એફઆઈઆર પણ નોંધી છે અને કેસની તપાસ શરૂ કરી છે.